ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ajay Devgan RRR Oscar: અજય દેવગણે કહ્યું- 'મારા કારણે RRRને મળ્યો ઓસ્કર', જુઓ અહિં વીડિયો - અજય દેવગન કપિલ શર્મા શો

ફિલ્મ 'RRR'ના સુપરહિટ ગીત 'નાટુ નાટુ'એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ત્યારે બોલિવૂડના અભિનેતા અજય દેવગણે 'નાટુ નાટુ' વિશે કહ્યું છે કે, તેમના કારણે ફિલ્મને ઓસ્કાર મળ્યો છે. આવો જાણીએ અજય દેવગણે આવું શા માટે કહ્યું ?

Ajay Devgan RRR Oscar: અજય દેવગણે કહ્યું- 'મારા કારણે RRRને મળ્યો ઓસ્કર', જુઓ અહિં વીડિયો
Ajay Devgan RRR Oscar: અજય દેવગણે કહ્યું- 'મારા કારણે RRRને મળ્યો ઓસ્કર', જુઓ અહિં વીડિયો

By

Published : Mar 27, 2023, 6:35 PM IST

મુંબઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ બનેલી અને ઓસ્કાર એવોર્ડ જીતનારી અને ઈન્ટરનેશનલ લેવલ પર ભારતીય સિનેમાને માન્યતા આપનારી ફિલ્મ 'RRR' રિલીઝ થયાના એક વર્ષ સુધી ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ તારીખ 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. હાલમાં જ ફિલ્મે એક વર્ષ પૂર્ણ કર્યું છે. મેગા બ્લોકબસ્ટર ફિલ્મના સુપરહિટ ગીત 'નાટુ નાટુ'એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. હવે અજય દેવગણે કહ્યું છે કે, 'RRR'ને તેમના કારણે જ ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આવો જાણીએ બોલિવૂડ સ્ટાર અજય દેવગણે આવું શા માટે કહ્યું ?

આ પણ વાંચો:Palak Tiwari Pictures: પલક તિવારીની લેટેસ્ટ ઝલક જોઈ થઈ જશો આકર્ષિત, જુઓ અહિં સુંદર તસવીર.

શોમાં કપિલે અજયને કહ્યું: વાસ્તવમાં અજય દેવગને આ વાત પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં કહી હતી. ચેનલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ એપિસોડના કેટલાક પ્રોમો શેર કર્યા છે. જેમાં અજય દેવગણે નિઃસંકોચપણે કહ્યું છે કે, 'RRR'ને તેના કારણે ઓસ્કાર મળ્યો છે. બન્યું એવું કે, અજય દેવગણ તેની આગામી ફિલ્મ 'ભોલા'ના પ્રમોશનમાં અભિનેત્રી તબ્બુ સાથે આ શોમાં પહોંચ્યો હતો અને શોમાં કપિલે અજયને કહ્યું, ''અજય સાહેબ, ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ'ને ઓસ્કાર મળ્યો છે. તમે પણ આ ફિલ્મનો ભાગ બન્યા છો, તમને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારે કપિલે કહ્યું કે, આ ફિલ્મમાં અજય સરનો ખૂબ જ સુંદર કેમિયો છે.''

આ પણ વાંચો:Saba Azad Photo: સબા આઝાદની લેટેસ્ટ સાડી લુક જોશો તો, તમારા હૃદયના ધબકારા કહેશે વાહ

કપિલે અજયને પૂછ્યું: આ પછી કપિલે અજયને પૂછ્યું, 'સારું સર, શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ''હું જે ફિલ્મમાં હોઈશ તે ઓસ્કાર જીતશે ?'' આના પર અજયે સંકોચ અનુભવતા કહ્યું કે, ''મારા કારણે ફિલ્મ RRRને ઓસ્કાર મળ્યો છે, વિચારી રહ્યો છું કે જો હું 'નાટુ નાટુ' પર ડાન્સ કર્યો હોત તો શું મને ઓસ્કાર મળ્યો હોત.'' અજયના મોઢેથી આટલું સાંભળ્યા પછી શોમાં બધા જોરથી હસી પડ્યા અને સમજી ગયા કે અજયે જોકથી ગાંઠ બાંધી છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગનની ફિલ્મ ભોલા 30 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ અને સાઉથની અભિનેત્રી અમલા પોલ પણ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details