ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Cannes 2023: ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ પહોંચી, જુઓ ઉષ્માભર્યું સ્વાગતનો વીડિયો - ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023

ઐશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ પહોંચી છે અને હવે ફ્રાન્સથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી અને તેની પુત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એશ્વર્યા રાય સુંદરતા માટે ફેમસ છે. તેમણે વર્ષ 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યું હતું. આ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર યલો રંગની સાડીમાં સૌને આકર્ષિત કર્યા હતાં.

ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ પહોંચી, જુઓ ઉષ્માભર્યું સ્વાગતનો વીડિયો
ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફ્રાન્સ પહોંચી, જુઓ ઉષ્માભર્યું સ્વાગતનો વીડિયો

By

Published : May 18, 2023, 2:01 PM IST

મુંબઈ: વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન ફ્રાન્સના કાન્સ શહેરના દરિયાકાંઠાના વિસ્તારમાં આયોજિત 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પહોંચી ગઈ છે. અભિનેત્રી ગત રોજ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અહીં પહોંચી હતી. ફ્રાન્સમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી અને તેની પુત્રીનું ફ્રાન્સ પહોંચતા જ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઐશ્વર્યા રાયનો વીડિયો: ઐશ્વર્યા રાય આ વખતે પોતાની દીકરી સાથે કાન્સ પહોંચી છે. ઐશ્વર્યા રાય બ્લેક લોન્ગ કોટમાં અને તેની દીકરી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે. સાથે જ આરાધ્યાને ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાય આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં હાજરી આપવા માટે જાણીતી છે. એશે દેશ અને દુનિયાની ઘણી મોટી ફેશન ઈવેન્ટ્સમાં પોતાની સુંદરતા વ્યક્ત કરી છે. આ વખતે પણ તેના ફેન્સ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો:

  1. Bulgari High Jewellery Event: બુલ્ગારી ઈવેન્ટમાં 'દેસી ગર્લ'એ શોમાં તુફાન મચાવ્યું, શાનદાર ડ્રેસમાં એક્ટ્રેસનનો જાદુ
  2. Cannes 2023: રેડ કાર્પેટ પર જોવા મળ્યા ઓસ્કાર વિનર ગુનીત મોંગા, મિનિસ્ટર મુરુગન સાથે આવી તસવીર
  3. Web Series Inspector Avinash: ઉર્વશી રૌતેલા 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં સુપર વાઇફ બનશે, વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર

કાન્સમાં બોલિવુડ અભિનેત્રી: શક્ય છે કે હવે બીજા દિવસે ઐશ્વર્યા રાય રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ બતાવતી જોવા મળે. અગાઉ સારા અલી ખાન, મૃણાલ ઠાકુર અને ઈશા ગુપ્તા અહીં તેમના કાન્સમાં ડેબ્યૂ કરી ચૂકી છે. જ્યાં ઈશા અને મૃણાલે પોતાના બોલ્ડ લુકથી રેડ કાર્પેટન શોભી ઉઠ્યું છે. ત્યારે સારા અલી ખાન પોતાના દેસી લુકથી ચાહકોના દિલમાં જગ્યા બનાવવામાં વ્યસ્ત છે. આગામી દિવસોમાં બોલિવૂડની સ્ટાર અભિનેત્રીઓ અનુષ્કા શર્મા અને સની લિયોન રેડ કાર્પેટ પર તેમની સુંદરતા ફ્લોન્ટ કરતી જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details