હૈદરાબાદઃTV એક્ટ્રેસ તુનિષા શર્મા (Tunisha Sharma)ની વિદાય બાદ પ્રખ્યાત TV સિરિયલ 'અલી બાબાઃ દાસ્તાન એ કાબુલ' (Avneet Kaur Ali Baba Dastaan E Kabul)ના સેટ પર શોકનો માહોલ છે. તુનિષા આ સીરિયલમાં લીડ એક્ટ્રેસ તરીકે 'મરિયમ'નું પાત્ર ભજવી રહી હતી. તુનીશાના મૃત્યુ બાદ આ TV શોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર આ શો પર કામ શરૂ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે, તુનિષાની જગ્યાએ હવે TV એક્ટ્રેસ અવનીત કૌરનું નામ લીડ એક્ટ્રેસ તરીકે સામે આવ્યું છે. આ ઉપરાંત TV અભિનેતા સિદ્ધાર્થ નિગમના ભાઈ અભિષેક નિગમને શોના મુખ્ય અભિનેતા અને તુનીષા મૃત્યુ કેસના આરોપી શીઝાન ખાનની જગ્યાએ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ઋષભ પંતને મળવા માટે પહોંચી ઉર્વશી રૈતેલા, જાણો સાચી ઘટના વિશે
તુનિષા શર્મા અને અવનિત કૌર: મીડિયા રિપોર્ટ્સ અનુસાર TV સીરિયલ 'અલી બાબાઃ દાસ્તાન એ કાબુલ'માં તુનીષા શર્માના મૃત્યુ બાદ અવનીત કૌર હવે રાજકુમારી મરિયમના રોલમાં ખૂબ જ ચર્ચામાં છે. અવનીત કૌરને લઈને મેકર્સ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. નોંધનીય છે કે, તુનિષા શર્મા અને અવનીત કૌર સારા મિત્રો હતા અને તુનિષાના મૃત્યુ પર અવનીત તેના ઘરે પહોંચી અને ખૂબ રડ્યા હતા. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરોને લઈને હેડલાઈન્સમાં રહે છે.