મુંબઈ: 'ભૂલ ભૂલૈયા 2'ની સફળતા બાદ કાર્તિક આર્યન (Karthik Aaryan)ની ફિલ્મ શહેજાદાની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખરે આ ફિલ્મનું રોમાંચક ટ્રેલર રિલીઝ થઈ ગયું (Shahejaada trailer release) છે. આમાં કાર્તિકનો રોલ જોઈને ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ નેટીઝન્સ ઈન્ટરનેટ પર આવી ગયુ્ છે. તો, જ્યારે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે, ત્યારે 'શહેજાદા'નું ટ્રેલર પણ થિયેટરોમાં આવી (Karthik Aaryans upcoming film) જશે.
આ પણ વાંચો:'ગદર'ની સિક્વલ ફિલ્મ રીલિઝ નહીં થાય, પ્રોડ્યુસરે પહેલા ભાગને લઈ કર્યો નિર્ણય
શહેજાદાનું ફિલ્મ રિલીઝ ડેટ:વરુણ ધવનના મોટા ભાઈ રોહિત ધવને ફિલ્મ 'શહેજાદા'નું ડિરેક્શન કર્યું છે. આ ફિલ્મ તારીખ 10 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. કાર્તિક આર્યન ઉપરાંત ફિલ્મમાં કૃતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય અને સચિન ખેડેકર અને અંકુર રાઠી પણ મહત્વની ભૂમિકામાં છે. 'શહેજાદા' એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી. પરંતુ બાદમાં કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.
તેલુગુ ફિલ્મની રિમેક: 'શહેઝાદા' અલ્લુ અર્જુનની ફિલ્મની રિમેક છે. 'શેહજાદા' દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની વર્ષ 2020ની સુપરહિટ તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરમુલુની સત્તાવાર હિન્દી રિમેક છે. 'આલા વૈકુંઠપુરમુલુ'માં અભિનેત્રી તબુએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 'શહેજાદા'માં કાર્તિક બંતુની ભૂમિકા ભજવશે. રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કૃતિ સેનનની જોડી ફરી એકવાર કાર્તિક સાથે પડદા પર જોવા મળશે.
આ પણ વાંચો:Urvashi Rautela: ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલાને જોઈને ઋષભ પંતના લાગ્યા નારા
ફિલ્મનો ફર્સ્ટ લુક લોન્ચ: ફિલ્મનો ફર્સ્ટ લુક નવેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ લુકમાં કાર્તિક ઉર્ફે બંતુ ગુંડાઓને મારતો જોવા મળે છે. આ સાથે તેમનો એક પાવરફુલ ડાયલોગ પણ છે, 'જબ બાત ફેમિલી પર આ જાયે તો ચર્ચા નહીં કરતે, એક્શન કરતે હૈ.'
કાર્તિકનો વર્ક ફ્રન્ટ: કાર્તિક હાલમાં કિયારા અડવાણી સાથે મ્યુઝિકલ રોમેન્ટિક ગાથા સત્યપ્રેમ કી કથાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન સમીર ધવમન કરી રહ્યા છે. આ ફિલ્મ તારીખ 29 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે. આ સિવાય કાર્તિક અભિનેત્રી આલિયા એફ સાથે રોમેન્ટિક થ્રિલર 'ફ્રેડી'માં જોવા મળ્યો છે. આ ફિલ્મ તારીખ 2 ડિસેમ્બર 2022થી OTT પ્લેટફોર્મ Disney + Hotstar પર વિશિષ્ટ રીતે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સિવાય હેરા-ફેરી-3, શહજાદા અને આશિકી-3 પણ કાર્તિકની બેગમાં છે.