મુંબઈ:તાજેતરમાં સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રો (Salman Khan threat letters ) પછી બોલિવૂડ અભિનેતા સલમાન ખાને આત્મરક્ષણ માટે બંદુકના લાઇસન્સ માટે અરજી કર્યા પછી તેને બંદુકનું લાઇસન્સ આપવામાં ( Salman Khan gets arms license) આવ્યું છે. મુંબઈ પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. બોલીવુડ અભિનેતાએ તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને જોઈન્ટ પોલીસ કમિશનર (લો એન્ડ ઓર્ડર) વિશ્વાસ નાંગરે-પાટીલ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો:લો બોલો: શાહરૂખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર RO પ્લાન્ટ નાખશે