હૈદરાબાદ:તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની 'જેલર' ફિલ્મ તારીખ 10 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. સન પિક્ચર્સ દ્વારા નિર્મિમ ફિલ્મે થિયેટરોમાં તોફાન મચાવ્યું છે. આ સાથે રજનીકાંતના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત હાલમાં 'જેલર'ની સફળતાનો આનંદ માણી રહ્યાં છે. 'જેલર' હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયર છે.
Jailer OTT Date: બોક્સ ઓફિસ પર જંગી સફળતા પછી, 'જેલર' OTT પર રિલીઝ થવા માટે તૈયાર - જેલર OTT ટેડ
રજનીકાંતની ફિલ્મ 'જેલર' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થયા પછી, OTT રિલીઝ માટે તૈયાર છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. 'જેલર' ફિલ્મ OTT પર ક્યારે રિલીઝ થશે ? અને કઈ કઈ ભાષાઓમાં જોવા મળશે ? તે જાણાવા માટે આગળ વાંચો.

Published : Sep 2, 2023, 3:20 PM IST
જેલર OTT રીલીઝ ડેટ: નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડથી પણ વધુની કમાણી કરી છે. પ્રાઈમ વીડિયો 'જેલર'ની OTT રિલીઝ વિશે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે. 'જેલર'ની પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''જેલર ઈન ટાઉન. એલર્ટ મોડને એક્ટિવેટ કરવાનો સમય આવી ગયો છે. ફિલ્મનું પ્રિમિયર તારીખ 7 સપ્ટેમ્બર 2023ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.'' 'જેલર' ફિલ્મમાં રજનીકાંતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તમન્ના ભાટિય મોહનલાલ, રામ્યા કૃષ્ણન, જેકી શ્રોફ, વિનાયકન જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
જાણો કઈ ભાષાઓમાં રિલીઝ થશે: મેગાસ્ટાર રજનીકાંતની 'જેલર' તારીખ 10 ઓગસ્ટના 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. 'જેલરે' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. દર્શકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. 'થલાઈવા'ની ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર પ્રિમિયર માટે તૈયાર છે, જેના કારણે ચાહકો વધુ ઉત્સાહિત છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં OTT પર ઉપલબ્ધ થશે.