આગ્રા: 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર ધામાલ મચાવી હતી. 'ગદર 2' ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. થિયેટરોમાં જોરદાર કમાણી કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. 'ગદર 2' ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા અને તેમના પુત્ર અભિનેતા ઉત્કર્ષ શર્મા પરિવાર સાથે આગ્રા પહોંચ્યા હતા. આ દરમિયાન દિગ્દર્શક અને અભિનેતા તાજનગરી આગ્રાના એક મલ્ટીપ્લેક્સમાં દર્શકોને મળ્યા હતા. આ દરમિયાન હિન્દુસ્તાન ઝિંદા બાદના નારા લગાવ્યા હતા.
'ગદર 2'ના દિગ્દર્શક અનિલ શર્મા-અભિનેતા ઉત્કર્ષે ફિલ્મ વિશે કહી મોટી વાત, જુઓ વીડિયો ગદર 2ના અભિનેતા ઉત્કર્ષ આગરા પહોંચ્યા: 'ગદર 2' ફિલ્મના અભિનેતા ઉત્કર્ષ શર્મા પણ આગરા પહોંચ્યા હતા. તેમણે રાધે રાધે કહીને દર્શકો સાથે વાતચિત કરી હતી. દર્શકો સાથેની વાતચિત દરમિાયન ઉત્કર્ષે જણાવ્યું હતું કે, ''આ ફિલ્મ મારી નથી સમગ્ર ભારતની છે. આ વ્રજવાસીઓની ફિલ્મ છે.'' આ ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. આ તમામ જનતાના આશીર્વાદ છે કે, લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે, 'ગદર 3' પણ બનાવવી જોઈએ.
ગોલ્ડ સિનેમામાં દર્શકો સાથે મુલકાત કરી હતી અનિલ શર્મા પરિવાર સાથે સંબંધીના ઘરે પહોંચ્યા: ઉત્કર્ષે 'ગદર' અને 'ગદર 2' બંનેમાં સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી હતી. બોલિવુડની સુપરહિટ ફિલ્મ 'ગદર 2'ના દિગ્દર્શક અનિલ શર્મા રવિવારે મોડી રાત્રે તેમના સંબંધીના ઘરે પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની સુમન શર્મા, પુત્ર ઉત્કર્ષ શર્મા અને પુત્રી કારબિના પણ આવ્યા હતા. દિગ્દર્શક અનિલ શર્માએ કહ્યું હતું કે, ''ગદર એક પ્રેમ કથાની સ્ટોરી બે દાયકા પહેલા આવી હતી. ત્યારે મારો પુત્ર ઉત્કર્ષ ઘણો નાનો હતો. ઉત્કર્ષ આ ફિલ્મમાં તારા સિંહ(સની દેઓલ) ના પુત્ર જિતાની ભૂમિકા ભજવી હતી. 'ગદર 2' માટે કોઈ આયોજન ન હતું. આ બધુ ભગવાનની કૃપાથી શક્ય બન્યું છે.''
ગોલ્ડ સિનેમામાં દર્શકો સાથે મુલકાત કરી હતી દર્શકો સાથે સેલ્ફી લીધી: 'ગદર 2'માં જિતાનું પાત્ર ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્માએ ભજવ્યું છે. આગ્રાના ગોલ્ડ સિનેમામાં દિગ્દર્શક અનિલ શર્માએ દર્શકોનો આભાર માન્યો હતો. કહ્યું હતું કે, ''ફિલ્મ ગમી તેથી હવે હું 'ગદર 3' બનાવીશ. અભિનેતા ઉત્કર્ષ શર્માએ પણ હિન્દુસ્તાન ઝિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. દર્શકોમાં અભિનેતા અને દિગ્દર્શક સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા હતી.
પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી: આગરા પહેલા ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા શનિવારે મોડી રાત્રે પરિવાર સાથે મથુરા ગયા હતા. ત્યાં તેમણે સૌપ્રથમ વૃંદાવનમાં ઠાકુર બાંકે બિહારીની મુલાકાત કરી હતી. ઠાકુરજીને ઝૂલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ યમુના મહારાણીનો અભિષેક કરવામાં આવ્યો હતો. યમુના માતાને ચુનરી ચઢાવી હતી. દ્વારકાધીશ બાદ તેઓ ઢોલ સાથે વિશ્રામ ઘાટ પહોંચ્યા હતા.
- Dream Girl 2 Jeetendra: 81 વર્ષીય જિતેન્દ્રનો રોમેન્ટિક અંદાજ, કોલ પર કહ્યું- 'હેલ્લો પૂજા'
- Sunny deol loan Controversy: બેન્ક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી, જાણો કારણ
- Box Office Collection: 'omg 2'એ 10માં દિવસે 12 કરોડ તો 'ગદર 2 ' એ 38.90 કરોડની કમાણી કરી