મુંબઈ: રુમર્ડ કપલ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેને ફિલ્મમેકર વિક્રમાદિત્ય મોટવાણીના ઓફિસની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સાથે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આદિત્ય અને અનન્યા સાથે કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે. અનન્યા હાલમાં જ આયુષ્માન ખુરાના સાથે 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળી હતી. જયારે આદિત્ય રોય કપૂર 'ધ નાઈટ મેનેજર'માં જોવા મળ્યા હતા. આદિત્ય હાલમાં સારા અલિ ખાન અને પંકજ ત્રિપાઠી સાથે 'મેટ્રો ઈન દિનો'ની શૂટિંગ કરી રહ્યા છે. અત્યારે આદિત્ય પોતાની સિરીઝ 'ધ નાઈટ મેનેજર'ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ સિરીઝમાં અનિલ કપૂર અને શોભિતા ધુલીપાલા છે.
Aditya Ananya Upcoming movie: આ ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે - અનન્યા આદિત્ય સાથે જોવા મળી હતી
બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે રિલેશનમાં હોવાની અફવા તો બી-ટાઉનમાં ચર્ચાનો વિષય છે. હવે આ બંન્નેની ફિલ્મમાં સાથે કામ કરવાની ખબર આવી રહી છે. આદિત્ય અને અનન્યા પાંડે હાલમાં જ વિક્રમાદિત્ય મોટવાણીની ઓફસની બહાર નિકળતા જોવા મળ્યા હતા.
Published : Sep 19, 2023, 9:51 AM IST
આદિત્ય-અનન્યા મોટવાણીની ઑફિસની બહાર સ્પોટેડ: હાલમાં જ આ બંને રુમર્ડ કપલ ફિલ્મ નિર્માતા વિક્રમઆદિત્ય મોટવાણીની ઓફિસમાંથી બહાર નિકળતા જોવા મળ્યા હતા. જેના કારણે એવી અટકળો શરુ થઈ છે કે કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે કે કેમ ? 'સ્ટૂટેન્ડ ઓફ ધ ઈયર 2'થી ડેબ્યુ કરનારી અનન્યા પાંડે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. તેમણે બ્લુ ડેનિમની સાથે વ્હાઈટ શર્ટ અને મેચિંગ ફુટવિયર પહેર્યું હતું. આદિત્ય રોય કપૂર પણ પોતાની રુમર્ડ કપલ ગર્લફ્રેન્ડની સાથે એક વ્હાઈટ શર્ટમાં જોવા મળ્યા હતા. આ કપલને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે અને તેમને એકસાથે ફિલ્મમાં જોવા માટે તૈયાર છે. અનન્યા પાંડે પણ પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ની સફળતાનો આનંદ માણી રહી છે.
આદિત્ય-અનન્યાની આગામી ફિલ્મ:પોતાની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ગહરાઈયા' પછી અનન્યાએ એક્શન ફિલ્મ 'લાઈગર'માં વિજય દેવરકોન્ડા સાથે સ્ક્રીન શેર કરી હતી. તેમણે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સ્પેશિયલ રોલ પ્લે પણ કર્યો હતો. અનન્યાની આગામી ફિલ્મ 'ખો ગએ હમ કહા' છે. આદિત્ય રોયની વાત કરીએ તો તેઓ છેલ્લે એક્શન થ્રિલર ફિલ્મ 'ગુમરાહ'માં મૃણાલ ઠાકુર અને રોનિત રોયની સાથે જોવા મળ્યા હતા. આદિત્ય રોયની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો' આવતા વર્ષે રિલીઝ થશે.