હૈદરાબાદ:બાહુબલી સ્ટાર પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' આજે તારીખ 16 જૂનના રોજ દેશ અને દુનિયામાં 10,000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'ને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અહીં કૃતિ સેનને ગઈકાલે રાત્રે તેમના પરિવાર સાથે ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું. 'આદિપુરુષ' માટે 1.5 લાખથી વધુ મફત ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક થિયેટરમાં બજરંગબલી માટે એક સીટ અનામત રાખવામાં આવી છે.
Adipurush Bajrangbali: 'બજરંગબલી'એ રિઝર્વ સીટ પરથી જોઈ 'આદિપુરુષ', વીડિયો આવ્યો સામે
પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'આદિપુરુષ' વિશ્વ સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને લઈ દર્શકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. દરેક થિયેટરમાં બજરંગબલી માટે એક સીટ અનામત રાખવામાં આવી હતી અને હવે તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
બજરંગબલીએ જોઈ આદિપુરુષ: ફિલ્મ રિલીઝ થયા પછી, એક થિયેટરમાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હનુમાનજીની મૂર્તિને થિયેટરમાં પ્રથમ સીટ પર મૂકવામાં આવી છે અને એક વીડિયોમાં જોવા મળે છે કે સિનેમા હોલમાં ડોકિયું કરતો એક વાંદરો આદિપુરુષ ફિલ્મ જોઈ રહ્યો હતો. IM રશ્મિકા નામના ટ્વીટર હેન્ડલે આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક થિયેટરમાં ફિલ્મ 'આદિપુરુષ' ચાલી રહી છે અને ત્યાં એક વાનર ખુલ્લી બારીમાંથી ફિલ્મ જોઈ રહ્યો છે. થિયેટરમાં બેઠેલા દર્શકો વાંદરાને તેની આરક્ષિત સીટ પર આવીને ફિલ્મ જોવા માટે કહી રહ્યા છે.
બજરંગબલી અનામત સીટ: આ વીડિયો શેર કર્યા બાદ કેપ્શનમાં લખ્યું છે કે, હનુમાનજી ફિલ્મ જોઈ રહ્યા છે, જય શ્રી રામ. ઓમ રાઉત અને પ્રભાસે કહ્યું હતું કે, હનુમાનજી માટે સીટ બુક છે, તો જુઓ બજરંગબલી પોતે ફિલ્મ આપવા આવ્યા છે, જય શ્રી રામ'. આ ફિલ્મ આર્ય વિદ્યા મંદિર શાળાના બાળકોને બતાવવામાં આવી હતી અને તેમને થિયેટરની આગળ બજરંગબલીની રિઝર્વ સીટ પર બેસાડવામાં આવ્યા હતા. આશા છે કે, 'આદિપુરુષ' ઓપનિંગ ડે કલેક્શન કરતા પણ મોટો રેકોર્ડ તોડી શકે છે.
- Adipurush Advance Booking : બોક્સ ઓફિસ પર આવશે સુનામી, 'આદિપુરુષ'નું એડવાન્સ બુકિંગ તોડશે 'પઠાણ' અને 'kgf 2'ના રેકોર્ડ?
- Adipurush Release Day: 'આદિપુરુષ' ફિલ્મ રિલીઝ, પ્રથમ સપ્તાહના અંતે 200 કરોડથી વધુ કમાણી કરે તેવી શક્યતા
- Adipurush Review: 'આદિપુરુષ'ને મળ્યો મિશ્ર પ્રતિસાદ, ચાહકોએ કહ્યું માર્વેલ જનરેશનની રામાયણ