હૈદરાબાદ:પ્રભાસને ભગવાન રામ તરીકે દર્શાવતુ પૌરામિક નાટક આદિપુરુષ આખરે ઓનલાઈન લસ્ટ્રીમિંગ થઈ ગયું છે. આદિપુરુષ ફિલ્મ થિયેટિકલ ડેબ્યુના બે મહિનાથી વધુ સમય પછી ઓનલાઈન સ્ટ્રીમિંગ થયું છે. આ ફિલ્મ શરુઆતથી જ ઘણા વિવાદોનો સામનો કર્યો છે. આ ફિલ્મને શરુઆતમાં મશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ફિલ્મ ડિજિટલ ક્ષેત્રે રિલીઝ થતાં દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
આદિપુરુષ કયા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે: આદિપુરુષ આકરી ટીકાનો સામનો કરવા છતાં, પ્રભાસના ચાહકો આદિપુરુષની OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં હતાં. આશ્યર્યની વાત એ છે કે, કોઈ પણ પ્રકારની જાહેર કરવામાં આવી ન હતી. OTT પર રિલીઝ થતાં જ ચાહકોમાં ઉત્તેજનાનું મોજુ ફરી વળ્યું છે. આદિપુરુષે એમોઝોન પ્રાઈમ વીડિયો અને નેટફ્લિક્સ બંને સાથે ડિજિટલ વિતરણ અધિકારની સંમતિ મેળવી છે. ફિલ્મની OTT રિલીઝ વાસ્તવિક્તા બની ગઈ છે. આ ફિલ્મ ઘણી સાઉથ ભાષાઓમાં સ્ટ્રિમિંગ માટે ઉપ્લબ્ધ છે. મલયાલમ, તેલુગુ, તમિલ અને કન્નડ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જ્યારે હિન્દી વર્ઝન નેટફ્લિક્સ પર એક્સેસિબલ છે.
આદિપુરુષ ફિલ્મ વિવાદ: આદિપુરુષ રુપિયા 700 કરોડના અહેવાલ બજેટ માટે જાણીતી ફિલ્મ છે. આ ફિલ્મ ત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ તરીકેનું સ્થાન ધરાવે છે. ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી ફિલ્મના વિઝ્યુઅલ ઇપેક્ટ્સ અને સંવાદ લેખકને લઈ આકરી ટિકાઓ થઈ હતી. આ ઉપરાંત વિવાદાસ્પદ હનુમાન સંવાદો અને કોટા અર્થઘટન જેવા ઘણા કારણોસર ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આદિપુરુષ ફિલ્મના કલાકારો: ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તાશીરેની ખુબ જ ટિકાઓ થઈ હતી. આ ફિલ્મમાં ભગવાન રામ તરીકે પ્રભાસ, જાનકી તરીકે કૃતિ સેનન, લક્ષ્મણ તરીકે સની સિંઘ, લંકેશ તરીકે સૈફ અલી ખાન અને હનુમાન તરીકે દેવદત્તે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઓમ રાઉતની રેટ્રોફાઈલ્સ સાથે મળીને ટી- સિરીઝના ભૂષણ કુમાર અને ક્રિષ્ના દ્વારા નિર્મિત છે. તારીખ 16 જૂનના રોજ થેટરોમાં રિલીઝ થયા પછી આ ફિલ્મ થિયેટરોમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી છે.
- Parineeti Chopra Video: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા, ચાહકે કહ્યું લગ્ન ક્યારે ?
- Alia Bhatt Hollywood Debut: આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'માં અભિનેત્રીની પ્રતિભાનો ઓછો ઉપયોગ
- Rani Mukerji Miscarriage: એક ઈવેન્ટમાં રાની મુખર્જીએ કર્યો મોટો ખુલસો, ઘટના સાંભળી થશે અચરજ