ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Adipurush New Song: 'આદિપુરુષ'નું ગીત જય શ્રી રામ આઉટ, ફિલ્મ 16મી જૂને સિનેમાઘરો થશે રિલીઝ - જય શ્રી રામ સોન્ગ આઉટ

તારીખ 20 મેના રોજ આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓએ મોટી જાહેરાત કરી છે. આદિપુરુષ ફિલ્મનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આદિપુરુષ ટીમ લાઇવ પરફોર્મન્સ સાથે ભવ્ય ગીત 'જય શ્રી રામ'ની વાસ્તવિક અનુભૂતિ કરાવશે. આદિપુરુષ ટ્રેલરની પૃષ્ઠભૂમિમાં પણ જય શ્રી રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

'આદિપુરુષ' નવું ગીત જય શ્રી રામ આઉટ, તારીખ 16 મે સિનેમાઘરો થશે રિલીઝ
'આદિપુરુષ' નવું ગીત જય શ્રી રામ આઉટ, તારીખ 16 મે સિનેમાઘરો થશે રિલીઝ

By

Published : May 20, 2023, 2:18 PM IST

Updated : May 20, 2023, 3:07 PM IST

હૈદરાબાદ: દિગ્દર્શક ઓમ રાઉત 'રામાયણ'ને નવી પેઢી સુધી નવી રીતે લાવવા માટે 'આદિપુરુષ' બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં ટેક્નોલોજી અને VFXના આધુનિક ઉપયોગ સાથે રામાયણની વાર્તા સામે આવશે. આ ફિલ્મમાં પ્રભાસ રામચંદ્રની ભૂમિકામાં, સીતાની ભૂમિકામાં કૃતિ સેનન અને લક્ષ્મણની ભૂમિકામાં સની સિંહ છે. હવે ફિલ્મનું નવું ગીત 'જય શ્રી રામ' સામે આવ્યું છે.

આદિપુરુષનું ગીત જય શ્રી રામ: મનોજ મુન્તાશ્રી શુક્લાએ કમ્પોઝ કરેલું આ ગીત અજય-અતુલે ગાયું છે. કહેવાની જરૂર નથી કે, આ ગીત ફિલ્મના મુખ્ય વિચારને પકડે છે. દિગ્દર્શકે પહેલા જ કહ્યું હતું કે, તેઓ રામકથાને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરવા માંગે છે. આ ફિલ્મનું ટીઝર ગયા વર્ષે રિલીઝ થયું હતું. પરંતુ ટીઝર રિલીઝ થયા બાદ તરત જ ફિલ્મમાં રામ-સીતા અને ખાસ કરીને લંકેશ રાવણના લુકને લઈને ટીકા થઈ હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. ઓમ રાઉતે આ પાત્ર માટે જે લુક બનાવ્યો હતો તે કોઈને ગમ્યો ન હતો. ત્યારબાદ આ મહિનાની 9 તારીખે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ અંગે અનેક વિવાદો સામે આવ્યા હતા.

આ પણ વાંચો:

  1. The Kerala Story: SCમાં જીત બાદ મેકર્સે CM મમતાને કરી વિનંતી, કહ્યું-એક વાર ફિલ્મ જુઓ
  2. Navya Nanda In Guajrat: અમિતાભ બચ્ચનની પુત્રીએ ગુજરાતમાં ટ્રેક્ટર ચલાવ્યું, મહિલાઓ સાથે સંવાદ
  3. Huma Qureshi: હુમા કુરેશીની બાયોપિક ફિલ્મ 'તરલા' Ott પ્લેટફોર્મ પર જોવા મળશે, જાણો રિલીઝ ડેટ

ફિલ્મ રિલીઝ ડેટ: 'આદિપુરુષ' ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર તારીખ 13 જૂને ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફેસ્ટિવલમાં થવાનું છે. ફિલ્મમાં રામ કાહિનીને જે રીતે રજૂ કરવામાં આવી છે. તે હવે જોવાનું એ છે કે, તે દર્શકોનું ધ્યાન કેટલું ખેંચી શકે છે. પરંતુ તારીખ 16 જૂન સુધી રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે, તે દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવવાની છે.

Last Updated : May 20, 2023, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details