હૈદરાબાદ: ફિલ્મ 'આદિપુરુષ'નું ફર્સ્ટ સોન્ગ રિલીઝ થયા બાદ હવે સેકન્ડ સોન્ગ 'રામ સિયા રામ' રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું પ્રથમ ગીત 'જય શ્રી રામ' તારીખ 20 મેના રોઝ રિલીઝ કરવામાં આવ્યું હતું. 'આદિપુરષ' ફિલ્મમાં સીતાની ભૂમિકામાં ક્રૃતી સેનન, રામાની ભૂમિકામાં પ્રભાસ, રાવણની ભૂમિકામાં સૌફ અલી ખાન જોવા મળશે. આદિપુરુષ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને ભૂષણ કુમાર સામેલ છે.
રામ સિયા રામ રિલીઝ:પ્રભાસ અને કૃતિ સેનન અભિનિત ફિલ્મ આદિપુરુષનું બીજ ગીત રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ રિલીઝ થયેલ ગીત મનોજ મુન્તાશીર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે. 'રામ સિયા રામ' એ સંગીતકાર અને ગાયક જોડી સચેત ટંડન અને પરમપરા ટંડનની રચના છે. આ દંપતીએ ગીતમાં પોતાનો અવાજ પણ આપ્યો છે, જે ભગવાન રામ અને સીતાના સુંદર બોન્ડના સારને સુંદર રીતે કેપ્ચર કરે છે. આદિપુરુહનું 'રામ સિયા રામ' ગીત હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિતની બહુવિધ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.
વિવિધ ભાષાઓમાં રિલીઝ:તારીખ 30 માર્ચે રામ નવમીના દિવસે આદિપુરુષના ફિલ્મના નિર્માતાઓએ નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. તારીખ 6 એપ્રિલનો રોજ હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીનો પ્રથમ લુક રિલીઝ કર્યો હતો. તારીખ 29 એપ્રિલના રોજ સીતા નવમીના અવસર પર કૃતિ સેનનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મ હિન્દીમાં તો રજુ કરવામાં આવશે જ પરંતુ સાથે તેલુગુ, મલયાલમ અને તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મ રિલીઝ ડેટ: આદિપુરુષનું ટિઝર રિલીઝ થતાં દર્શકો ક્રોધિત થઈ ગયા હતા. આમ આ ફિલ્મ શરુઆતથી વિવાદમાં રહી છે. આ ફિલ્મના પોસ્ટર પણ ઘણા રિલીઝ કરવામાં આવ્યા છે. સૈફ અલી ખાનના રાવણના દેખવને લઈને દર્શકોમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓ ટ્રોલ થયા હતા. ત્યાર બાદ આ વાતને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં સૈફ અલી ખાનનો રાવણનો લુકમાં બદલાવ કરી દેવાામાં આવ્યો હતો. ઓમ રાઉત દ્વાર દિગ્દર્શિત ફિલ્મ 'આદિપુરુષ' તારીખ 16 જૂને સિનમાઘરોમાં રિલીઝ થશે.
- Kriti Sanon Photos : 'આદિપુરુષ'ની 'પરમ સુંદરી' આવી સુંદર લુકમાં ચાહકોની સામે, જુઓ અહીં તસવીર
- Tribeca Film Festival: ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'નું વર્લ્ડ પ્રીમિયર થશે
- Iifa Awards 2023: આઈફામાં આ સ્ટાર ચમક્યા, જાણો એવોર્ડ્સ વિજેતાના નામ