ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Adipurush: 'આદિપુરુષ'નો વિવાદાસ્પદ સંવાદમાં કરાયો બદલાવ, નવું વર્ઝન અહીં જુઓ - આદિપુરુષના ડાયલોગ્સ

'આદિપુરુષ' ફિલ્મના વિવાદાસ્પદ સંવાદ 'તેલ તેરે બાપ કા, કપડે તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી' હવે બદલાઈ ગયો છે. અહીં વીડિયોમાં વિવાદાસ્પદ સંવાદનું નવું વર્ઝન જુઓ. સંવાદના કારણ મનોજ મુંન્તશીરને ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો છે, તેમ છતાં 5 દિવસમાં 385 કરોડની કમાણી કરી લીધી છે.

'આદિપુરુષ'નો વિવાદાસ્પદ સંવાદમાં કરાયો બદલાવ, નવું વર્ઝન અહીં જુઓ
'આદિપુરુષ'નો વિવાદાસ્પદ સંવાદમાં કરાયો બદલાવ, નવું વર્ઝન અહીં જુઓ

By

Published : Jun 21, 2023, 5:15 PM IST

મુંબઈઃ વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ'ના અન્ય કલાકારો સાથે રામ, સીતા, લક્ષ્મણ અને રાવણના અશ્લીલ સંવાદો, ગ્રાફિક્સ, દેખાવે દેશવાસીઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. રામ ભક્તો આ ફિલ્મથી ખૂબ નારાજ છે અને તેઓ આ ફિલ્મને સનાતન ધર્મની સંસ્કૃતિનો વિનાશ કહી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશવ્યાપી આક્રોશ બાદ ફિલ્મના ડાયલોગ બદલવામાં આવી રહ્યા છે.

વિવાદાસ્પદ સંવાદ: હવે ફિલ્મનો સૌથી વિવાદાસ્પદ ડાયલોગ 'તેલ તેરે બાપ કા, કપરા તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી' બદલવામાં આવ્યો છે. જાણો હવે આ વિવાદાસ્પદ ડાયલોગનું રિપ્લેસમેન્ટ શું છે. પરંતુ દર્શકોને પણ આ ડાયલોગ પસંદ આવશે નહી. આદિપુરુષનો વિવાદાસ્પદ ડાયલોગ 'તેલ તેરે બાપ કા, કપરા તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી ઔર જલેગી ભી તેરે બાપ કી'.

સંવાદમાં બદલાવ: હવે આ રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવી રહ્યો છે, 'કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી હૈ. ઓર જલેગીં ભી તેરી લંકા હી'. ફિલ્મના અન્ય વિવાદાસ્પદ સંવાદો. 'યહ લંકા ક્યા તેરી બુઆ કા બગીચા હૈ, જો યહાં હવા ખાને આયે. બોલ દિયા જો હમારી બહનો કો હાથ લગાએંગે, ઉનકી લંકા લગા દેંગે. મેરે એક સપોલે ને તુમ્હારે ઈસ શેષ નાગ કો લંબા કર દિયા, અભી તો પૂરા પિટારા ભરા પડા હૈ.'

રામાયણના કલાકાર: વિવાદો વચ્ચે આ ફિલ્મે 5 દિવસમાં દુનિયાભરમાં 395 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ દરમિયાન વર્ષ 1988 રામાયણના તમામ કલાકારો, અરુણ ગોવિલ (રામ), સુનીલ લાહિરી (લક્ષ્મણ) અને દીપિકા ચિખલિયા (સીતા) 'આદિપુરુષ'ના આવા નબળા સર્જનથી નારાજ છે અને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

  1. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર ચાલુ, 70 કરોડથી વધુની કમાણી
  2. Lust Stories 2 Trailer: 'lust Stories 2' નું ટ્રેલર રીલીઝ, 29 જૂને નેટફ્લિક્સ પર જોવા મળશે
  3. Sun Sajni Song: 'સત્ય પ્રેમ કી કથા'નું 'સુન સજની' ગીત રિલીઝ, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details