મુંબઈઃસાઉથ એક્ટર પ્રભાસ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન, એક્ટર સની સિંહ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'માં ફરી એકવાર પ્રભાસના ભગવાન રામના પાત્રની ઝલક સામે આવી છે. મેકર્સે તારીખ 22 એપ્રિલે અક્ષય તૃતીયાના અવસર પર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં જય શ્રી રામના નારા શબ્દોમાં ગુંજી રહ્યા છે. મોશન પોસ્ટરમાં પ્રભાસ હાથમાં ધનુષ અને તીર સાથે ભગવાન રામના પાત્રમાં મજબૂત દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો:Twitter Blue Tick: માત્ર બોલિવૂડમાં જ નહીં પણ ટોલીવુડમાં પણ આ સેલેબ્સ પાસે છે બ્લુ ટિક અકબંધ
મોશન પોસ્ટર શેર: ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું અને તેના કેપ્શનમાં લખ્યું, 'જબ ના પાઓ સારે ધામ, તો બસ લે લો પ્રભુ કા નામ જય શ્રીરામ'. પ્રભાસે તેના ચાહકો માટે સોશિયલ મીડિયા પર સમાન કેપ્શન સાથે ફિલ્મનું તેનું મોશન પોસ્ટર પણ શેર કર્યું છે. પ્રભાસને ભગવાન રામના પાત્રમાં જોઈને તેના ચાહકો કોમેન્ટ બોક્સમાં ફક્ત જય શ્રી રામ લખી રહ્યા છે. પ્રભાસની આ પોસ્ટ ફેન્સ દ્વારા જય શ્રી રામના નારાથી ગુંજી રહી છે. આ ફિલ્મ તારીખ 16 જૂન 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો:Amitabh Bachchan twitter: અમિતાભ બચ્ચને બ્લુ ટિક પાછી મેળવવા રમુજી ટ્વિટ કર્યું, યુઝર્સ આપી રહ્યાં છે પ્રિતિક્રિયા
ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર: સોશિયલ મીડિયા પર હવે માત્ર આ મોશન પોસ્ટરની જ ચર્ચા થઈ રહી છે. આમાં પ્રભાસનો મજબૂત અવતાર જોવા મળી રહ્યો છે. આ મૂવિનું મોશન પોસ્ટર અન્ય ઘણી બઘી ભાષાઓમાં રિલીઝ કર્યું છે. તારીખ 13 જૂને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ અંગે નિર્માતાઓએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ પ્રસંગે ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પણ જોવા મળી શકે છે.