ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: 'આદિપુરુષ'ની ટિકિટના ભાવમાં થયો ઘટાડો, 7માં દિવસે આટલી કમાણી - આદિપુરુષની સાતમા દિવસની કમાણી

'આદિપુરુષ'ની ટિકિટના ભાવ ઘટ્યા પછી પણ કોઈ સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જતું નથી. 7મા દિવસની કમાણી જોઈને મેકર્સને માથુ પકડીને બેસવાનો વારો આવી રહ્યો છે. હવે લગભગ 600 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ થિયેટરમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ થઈ નથી. અહિં જાણો 7માં દિવસની કમાણી.

'આદિપુરુષ'ની ટિકિટના ભાવમાં થયો ઘટાડો, 7માં દિવસે આટલી કમાણી
'આદિપુરુષ'ની ટિકિટના ભાવમાં થયો ઘટાડો, 7માં દિવસે આટલી કમાણી

By

Published : Jun 23, 2023, 11:28 AM IST

મુંબઈઃ વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર ભારે સંઘર્ષનો સામનો કરી રહી છે. ફિલ્મને ચારે બાજુથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 22મી જૂને રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. આ ફિલ્મ તારીખ 16મી જૂને રિલીઝ થઈ હતી અને આજે તેના 8મા દિવસે એટલે કે તારીખ 23મી જૂને ચાલી રહી છે. જો કે, આ ફિલ્મે એક અઠવાડિયામાં વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, પરંતુ મેકર્સને ફિલ્મની ટિકિટના ભાવથી કોઈ ફાયદો થયો નથી.

બોક્સ ઓફિસ કલેક્શન: ખાસ વાત એ છે કે, આ ફિલ્મ તારીખ 22 અને 23 જૂને 150 રૂપિયાની ટિકિટની ખાસ ઓફર હેઠળ બતાવવામાં આવી રહી છે. આ હોવા છતાં માત્ર થોડા દર્શકો જ ફિલ્મ જોવા માટે થિયેટર તરફ વળ્યા છે. બીજી તરફ સાતમા દિવસે 'આદિપુરુષ'ની અંદાજિત કમાણી જોઈને નિર્માતાઓએ માથું પકડી રાખવાની ફરજ પડશે. આ ફિલ્મે તારીખ 22 જૂને 150 રૂપિયાની ટિકિટ હોવા છતાં માત્ર 5.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. લગભગ 600 કરોડના બજેટમાં બનેલી આદિપુરુષે શરૂઆતના દિવસે 88 કરોડનું કલેક્શન કર્યું હતું અને હવે સાતમા દિવસનું કલેક્શન સિંગલ ડિજિટમાં આવ્યું છે.

ફિલ્મનું કુલ કલેક્શન: આ સાથે સ્થાનિક થિયેટરોમાં 'આદિપુરુષ'નું 7 દિવસનું કુલ કલેક્શન રૂપિયા 260 કરોડને વટાવી ગયું છે અને વિશ્વવ્યાપી ફિલ્મે રૂપિયા 410 કરોડની કમાણી કરી છે. અહીં તારીખ 23 જૂને પણ 150 રૂપિયાની ખાસ કિંમતે ફિલ્મ બતાવવામાં આવી રહી છે. તેના બીજા વીકએન્ડમાં, 'આદિપુરુષ' ક્યા કોઈ કરિશ્મા કરશે ? ક્યા 'આદિપુરુષ' કી નૈયા પર લગેગી ? બોક્સ ઓફિસ પર ફિલ્મ સામેના તમામ વિરોધને જોયા પછી અસંભવિત લાગે છે.

  1. First Runner Up In Mrs India: ડૉ. મૃણાલિની ભારદ્વાજે મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપનો ખિતાબ જીત્યો
  2. Rndeep Hooda: 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું, ક્રુ મેમ્બર્સને કહી મોટી વાત
  3. Ramesh Mehta: ગુજરાતી ફિલ્મના હાસ્ય કલાકાર રમેશ મહેતાની જન્મજયંતિ, જાણો તેમની કારકિર્દી વિશે

ABOUT THE AUTHOR

...view details