મુંબઈ: તમામ ટીકાઓને કારણે પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષે ત્રીજા દિવસે તેના બોક્સ ઓફિસ કલેક્શનમાં મોટો ઉછાળો જોયો છે. શરૂઆતના દિવસે ધમાકેદાર કમાણી કર્યા બાદ રિલીઝના બીજા દિવસે ફિલ્મનું કલેક્શન ઓછું હતું. હવે આ ફિલ્મે તેના પહેલા વીકએન્ડ પર બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરીને શાહરૂખ ખાનની હજાર કરોડની ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
3 દિવસનું કલેક્શન: આવો એક નજર કરીએ ફિલ્મે તેના પહેલા વીકએન્ડમાં કેટલી કમાણી કરી અને આ 3 દિવસમાં ફિલ્મે કેટલું કલેક્શન કર્યું. 'આદિપુરુષ' તારીખ 16 જૂનના રોજ દેશભરમાં અને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે તારીખ 19 જૂને તેની રિલીઝના ચોથા દિવસે ચાલી રહી છે. હોવાનું રહ્યું કે, પહેલા સોમવારે ફિલ્મ કેવો ધમાકો કરે છે.
બોક્સ ઓફિસ કલેક્શન: ઓપનિંગ ડે પર વિશ્વભરમાં 86.75 કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મ આદિપુરુષે ત્રણ દિવસમાં વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે બીજા દિવસે 65.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે ફિલ્મે 67 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મે ઘરેલુ સિનેમામાં 200 કરોડ અને વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની કમાણીનો વાસ્તવિક આંકડો હજુ આવવાનો બાકી છે.
પઠાણનો રેકોર્ડ તોડ્યો: વેપાર વિશ્લેષકના જણાવ્યા મુજબ આદિપુરુષે તેની પ્રથમ સપ્તાહની કમાણી સાથે શાહરૂખ ખાનની મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડ્યો છે. પઠાણે પણ તેના પહેલા વીકએન્ડ પર 300 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. પરંતુ 'આદિપુરુષ' કમાણીની બાબતમાં 'પઠાણ' કરતા આગળ છે. પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન, સની સિંહ અને દેવદત્ત નાગે સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીર દ્વારા નબળા સંવાદો લખવાને કારણે ઘણી ટીકાઓનો સામનો કરી રહ્યા છે.
- Karan Drisha Wedding: સની દેઓલના પુત્રએ દ્રિષા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીર
- Adipurush: 'આદિપુરુષ' ફિલ્મ લેખક મનોજ મુન્તાશીરના માતા પિતાએ કહી મોટી વાત, જુઓ વીડિયો
- Adipursh: દર્શકોએ ફિલ્મ 'આદિપુરુષ' પર પ્રતિક્રિયા આપી, કેટલાકે કહ્યું સારી છે તો કેટલાકે કહ્યું મજાક