હૈદરાબાદ: વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે નાશ પામી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છેલ્લા શ્વાસ લઈ રહી છે. આ ફિલ્મ તારીખ 16મી જૂને રિલીઝ થઈ હતી અને હવે તારીથ 5મી જુલાઈએ રિલીઝ થયાના 20મા દિવસે ચાલી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 19 દિવસ થઈ ગયા છે. ફિલ્મે 19મા દિવસે પણ નિરાશાજનક કમાણી કરી છે.
19માં દિવસની કમાણી: 'આદિપુરુષ'ના નિર્માતાઓએ ફિલ્મ પરની આશા સંપૂર્ણપણે છોડી દીધી છે. ફિલ્મની 19મા દિવસની કમાણી જણાવે છે કે, ફિલ્મ આ સપ્તાહના અંત સુધીમાં થિયેટરમાંથી હટી જશે અને હિન્દી સિનેમામાં 'આદિપુરુષ' જેવી ફિલ્મો ફરી ક્યારેય નહીં બને. સાઉથ સ્ટાર પ્રભાસ અને બોલિવુડની પરમ સુંદરી કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' ઓમ રાઉત દ્વારા નિર્દેશિત છે. 19માં દિવસે કેટલી કમાણી કરી અને ચાલો જાણીએ ફિલ્મનું કુલ કલેક્શન.
બોક્સ ઓફિસ કેલક્શન: 88 કરોડથી વધુની ઓપનિંગ કરનાર ફિલ્મ 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર આટલી જલ્દી ધ્વસ્ત થઈ જશે, કોઈએ વિચાર્યું પણ ન હતું. લોકોને ફિલ્મ કોઈ પણ એંગલથી પસંદ આવી નથી. લોકો કહે છે કે, આ ફિલ્મ એકદમ સસ્તી નકલ છે. જો 19માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ માત્ર 50 લાખનો બિઝનેસ કર્યો છે.
ફિલ્મની કુલ કમાણી: ફિલ્મનું સ્થાનિક કલેક્શન 285 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે અને વિશ્વભરમાં કલેક્શન 460 કરોડ રૂપિયાની નજીક છે. લગભગ 600 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાં તેની અડધી કિંમત એટલે કે, 300 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી. ફિલ્મનું ટિઝર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મનો વિરોધ શરું થઈ ગયો હતો. ઘણા સુધારા વધારા કર્યા બાદ પણ ફિલ્મનો વિવાદ ઓછો થયો નથી.
- Kirtidan Gadhvi: બાગેશ્વર ધામ પહોંચ્યા કિર્તીદાન, ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર લલકાર્યો રાગ
- Adipurush: 'આદિપુરુષ' Ott પર રિલીઝ થાય તે પહેલા લીક થઈ, દર્શકોને મજા પડી ગઈ
- 72 Hooren Controversy: '72 હુરેં' ફિલ્મના નિર્માતા પર લગાવ્યો આરોપ, પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ