હૈદરાબાદ:પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત વિવાદાસ્પદ પૌરાણિક ફિલ્મ 'આદિપુરુષ'ના 10મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનમાં થોડો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મની ટિકિટના ભાવમાં ઘટાડો કર્યા બાદ ધાર્યું પરિણામ જોવા મળ્યું નથી. હવે આ ફિલ્મ તારીખ 16મી જૂને રિલીઝ થયા બાદ 11મા દિવસે ચાલી રહી છે. આ 10 દિવસમાં ફિલ્મના કુલ કલેક્શન અને 10મા દિવસે તેની કમાણીમાં કેટલો ઉછાળો આવ્યો તેની સ્ટોરી દરેકને ખબર હશે.
Adipurush: 'આદિપુરુષ' ફિલ્મની કમાણીમાં ઉછાળો, વર્લ્ડવાઈડ 400 કરોડ - આદિપુરુષ બોક્સ ઓફિસ કલેક્શન
10મા દિવસે 'આદિપુરુષ'ની કમાણીમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 274 રોડથી પણ વધુ અને વૈશ્વિક સ્તરે 400 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ફિલ્મ હવે તેના બીજા સપ્તાહમાં પ્રવેશી છે. મેકર્સે હવે ફિલ્મની કિંમતમાં વધુ ઘટાડો કર્યો છે. જાણો ફિલ્મ 'આદિપુરુષ' હવે કેટલા રૂપિયામાં જોવા મળે છે.
બોક્સ ઓફિસ કલેક્શન: 'આદિપુરુષ' ફિલ્મ તેના બીજા સોમવારમાં પ્રવેશી ગઈ છે. ફિલ્મ માટે બીજું અઠવાડિયું કેવું રહેશે તેની પણ ચર્ચા કરીશું. ફિલ્મના બીજા સપ્તાહમાં ટિકિટના ભાવમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. 'આદિપુરુષ' ફિલ્મે 10માં દિવસે લગભગ 6 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનું સ્થાનિક સ્તરે કુલ કલેક્શન 274.55 કરોડ છે અને વિશ્વભરમાં ફિલ્મ પહેલાથી જ રૂપિયા 400 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. રવિવારે તારીખ 25 જૂન એટલે કે રિલીઝના દસમા દિવસે થિયેટરોમાં 16.34 ઓક્યુપન્સી નોંધાઈ હતી.
ટિકિટના ભાવમાં ઘટાડો: અહીં, ફિલ્મ બીજા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ નિર્માતાઓએ ફિલ્મની કિંમતમાં વધુ ઘટાડો કર્યો છે. 'આદિપુરુષ'ના એડવાન્સ બુકિંગમાં દર્શકોએ ઘણા પૈસા ખર્ચ્યા હતા અને ફિલ્મ જોયા બાદ હવે તેઓ માથું પકડી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મની ટિકિટની કિંમત પહેલા 150 રૂપિયા અને હવે બીજા સપ્તાહમાં 112 રૂપિયા કરવામાં આવી છે. 112 રૂપિયામાં ટિકિટ ખરીદીને પણ આ ફિલ્મ 3Dમાં જોઈ શકાશે. 'આદિપુરુષ' ફિલ્મ ઘણા વાદવિવાદોમાં ફસાયા બાદ પણ થિયેટરોમાં પોતાની પકડ જાળવી રાખી છે.