ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Adah Sharma Got Threat: અદા શર્માને મળી ધમકી, ચાહકોએ આપ્યું સમર્થન - ધ કેરલા સ્ટોરીની અભિનેત્રીને ધમકી

'ધ કેરલા સ્ટોરી'એ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદથી ખૂબ જ ધૂમ મચાવી છે. આ સાથે ફિલ્મના સંવેદનશીલ વિષયને કારણે ફિલ્મને વિરોધનો પણ સામનો કરવો પડ્યો છે. આ વખતે ફિલ્મની મુખ્ય અભિનેત્રીને પણ ધમકીઓ મળી છે, જેના કારણે તે મુશ્કેલીમાં છે. આ સાથે તેમના પડખે કેટલાક ચાહકોએ સહકાર પણ આપ્યો છે. જાણો સમગ્ર ઘટના વિશે.

અદા શર્માને મળી ધમકી, ચાહકોએ આપ્યું સમર્થન
અદા શર્માને મળી ધમકી, ચાહકોએ આપ્યું સમર્થન

By

Published : May 25, 2023, 3:16 PM IST

મુંબઈઃ આ મહિનાની 5મી તારીખે રિલીઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી'એ તમામ પ્રકારના વિરોધ છતાં બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. 'ધ કેરલા સ્ટોરી'એ ત્રીજા અઠવાડિયામાં 200 કરોડના આંકડાને સ્પર્શ કરી લીધો હતો. આ ખુશીની વચ્ચે તાજેતરમાં જ એક વ્યક્તિએ ફિલ્મની અભિનેત્રી અદા શર્માને ધમકી આપી હતી.

અભિનેત્રીને ધમકી મળી: જ્યારે અદા શર્મા તેની ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે, પરંતુ આ ધમકી તેની મુશ્કેલીનું કારણ બની રહી છે. વાસ્તવમાં એક યુઝર અદા શર્માની કોન્ટેક્ટ ડિટેલ સોશિયલ મીડિયા પર ઓનલાઈન લીક કરવાની ધમકી આપી રહ્યો છે. આ સાથે તેણે એદાના કોન્ટેક્ટ નંબર અને અંગત વિગતો લીક કરવાની ધમકી પણ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ હૈદરાબાદનો રહેવાસી છે.

ચાહકોએ આપ્યો સહકાર: બીજી તરફ અદા શર્માના ચાહકો આ ધમકીની સામે ઉભા હતા અને સાયબર સેલને યુઝર સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જો કે, 'ધ કેરલા સ્ટોરી' સામે આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ ફિલ્મના મેકર્સ આવી ઘટનાઓનો ખુલાસો કરતા રહ્યા છે. પરંતુ ગમે તે હોય 'ધ કેરલા સ્ટોરી' ચર્ચાનો વિષય બની રહે છે. આ સાથે તે 'ગંગુબાઈ'ને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર મહિલા કેન્દ્રિત ફિલ્મ બની ગઈ છે.

બોક્સ ઓફિસ કલેક્શન: બીજી બાજુ જો આપણે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બે અઠવાડિયા સુધી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. ત્રીજા અઠવાડિયે પહોંચતા સુધીમાં 200 કરોડનો આંકડો પાર કરી ગયો હતો. હવે આ ફિલ્મનું ચક્રવાત થિયેટરોમાં ઓછુ થતું જણાય છે. રિલીઝના 20મા દિવસે આ ફિલ્મે 3.20 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 210.17 કરોડ થઈ ગઈ છે.

  1. Tina Turner Passes Away: 'રોક એન રોલ' ગાયિકા ટીના ટર્નરનું અવસાન, સ્વિટ્ઝર્લેન્ડમાં લીધા અંતિમ શ્વાસ
  2. RRKPK: કરણ જોહરે ચાહકોને આપી ભેટ, 'રોકી ઔર રાની કી પ્રેમ કહા'ની ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ
  3. Karan Johar Birthday: કરણ જોહરનો 51મો જન્મદિવસ, આ અવસરે ડાયરેક્ટર વિશે રસપ્રદ તથ્યો જાણો

ABOUT THE AUTHOR

...view details