ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Adah Sharma New Movie: 'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક - અદા શર્માની ફિલ્મ

'કેરલા કેરલા સ્ટોરી' ફેમ અભિનેત્રી અદા શર્મા હવે આગામી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની લોકપ્રિયતા અને સફળતા જોઈને અભિનેત્રીનો ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. નવી ફિલ્મમાં અભિનેત્રી અદા શર્મા પોલીસની ભૂમિકામાં જોવા મળશે. 'ધ કેરલા સ્ટોરી'નો મોટા પ્રમાણમાં વિરોધ વિરોધ હોવા છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક
'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક

By

Published : May 11, 2023, 12:20 PM IST

મુંબઈઃ વિવાદાસ્પદ અને જાણીતી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર તુફાન મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 6 દિવસ થઈ ગયા છે અને ફિલ્મની કમાણી 70 કરોડ રૂપિયાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે. વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' અગાઉની રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જેમ વિવાદોમાં આવીને કમાણી કરી રહી છે.

ફિલ્મનું પર્સ્ટ લુક રિલીઝ: 'ધ કેરલા સ્ટોરી'ની સફળતાને જોતા મુખ્ય અભિનેત્રી અદા શર્માની આગામી ફિલ્મ સામે આવી છે. ફિલ્મનું નામ છે 'ધ ગેમ ઓફ ગિરગિટ' છે. આ ફિલ્મમાં તે મહિલા પોલીસના રોલમાં જોવા મળશે. 'ધ ગેમ ઓફ ગિરગિટ' એક થ્રિલર ફિલ્મ છે, જેમાં અદા શર્મા પોલીસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અદા પોલીસ વર્દીમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો:

  1. The Kerala Story: Vhp દ્વારા દિલ્હીમાં 'ધ કેરલા સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરવાની માંગ, Cmને લખ્યો પત્ર
  2. Priyanka Chopra: પ્રિયંકાએ પોતાના લગ્ન પહેલાના સંબંધો પર ખુલીને કહ્યું કે, તે 'ડોરમેટ' જેવી લાગતી હતી
  3. The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ટીમ Upના Cmને મળી, યોગી આદિત્યનાથે ફિલ્મની પ્રશંસા કરી

નવી ફિલ્મના કાલકાર: આ ફિલ્મમાં શાનદાર અભિનેતા શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ પંડ્યા કરશે. ફિલ્મના નિર્માતા ગંધાર ફિલ્મ્સ એન્ડ સ્ટુડિયો છે. થોડા વર્ષો પહેલા આ ગેમ રમવાના કારણે બાળકો અને યુવાનો મૃત્યુ પામતા હતા. આ ફિલ્મ એ જ ગેમ 'બ્લુ વ્હેલ ચેલેન્જ' પર આધારિત છે. આ ગેમ રમવાના કારણે દેશ અને દુનિયામાં ઘણા યુવાનો અને બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ખુબજ સારુ પ્રદર્શન કરી રહી છે. આજે અભિનેત્રી અદા શર્માનો જન્મદિવસ છે અને આ અવસરે ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details