ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Sushmita Sen Health Update: સુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, અભિનેત્રીએ પોતાની હેલ્થ અંગે કર્યો ખુલાશો - Sushmita Sen heart attack

સુષ્મિતા સેનને થોડા દિવસો પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે કહ્યું કે, તેમની સર્જરી થઈ છે. તેમની તબિયત એટલી બગડી ગઈ હતી કે, તેમને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. હાલમાં અભિનેત્રીએ તેના પિતા સાથે એક ફોટો શેર કરીને હેલ્થ અંગેની માહિતી આપી છે. જુઓ અહિં પોસ્ટ.

Sushmita Sen Health Update: સુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, અભિનેત્રીએ પોતાની હેલ્થ અંગે કર્યો ખુલાશો
Sushmita Sen Health Update: સુષ્મિતા સેનને આવ્યો હતો હાર્ટ એટેક, અભિનેત્રીએ પોતાની હેલ્થ અંગે કર્યો ખુલાશો

By

Published : Mar 2, 2023, 5:48 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની સુંદર અભિનેત્રી સુષ્મિતા સેનની લેટેસ્ટ સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાની હેલ્થ અંગે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, તેને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જો કે, તેમની તબિયત હવે ઠીક છે. અભિનેત્રીએ તેના પિતા સાથેની તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જુઓ અહિં તસવીર.

સુષ્મિતા સેનની વાંચો પોસ્ટ: સુષ્મિતા સેને તાજેતરમાં તેના પિતા સુબીર સેન સાથેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તસવીરની સાથે સુષ્મિતાએ જણાવ્યું કે, અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો. તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં સુષ્મિતાની તબિયત સારી છે. પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું, ''તમારા હૃદયને મજબૂત અને ખુશ રાખો અને તે તમારા ખરાબ સમયમાં હંમેશા તમારી સાથે રહેશે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. આ મહાન પંક્તિ મારા પિતાએ કહી હતી. મારી એન્જીયોપ્લાસ્ટી હતી. હૃદય હવે સુરક્ષિત છે અને સૌથી અગત્યનું, મારા કાર્ડિયોલોજિસ્ટે પુષ્ટિ કરી છે કે મારું હૃદય ખરેખર ઘણું મોટું છે.''

અભિનેત્રીની હેલ્થ અપડેટ: અભિનેત્રીએ આગળ લખ્યું, 'ઘણા લોકો છે જેનો હું આભાર માનવા માંગુ છું. જેના કારણે હું સમયસર સારવાર મેળવી શકી. હું આગળની પોસ્ટમાં પણ આનો ખુલાસો કરીશ. મેં આ પોસ્ટ ફક્ત મારા પ્રિયજનોને અપડેટ કરવા માટે બનાવી છે. સારા સમાચાર શેર કરવા માટે કે હું હવે સ્વસ્થ છું. હું મારું જીવન સ્વતંત્રતા સાથે જીવવા તૈયાર છું. હું તને મારા દિલથી ચાહું છું.'

ચાહકોએ આપ્યા આશીર્વાદ:સુષ્મિતા 47 વર્ષની છે અને તેને હંમેશા ફિટ રહેવાનું પસંદ છે. દરેક વ્યક્તિ સુષ્મિતાની પોસ્ટ પર કોમેન્ટ કરી તેને આશીર્વાદ આપી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેણે એક લક્ઝરી કાર ખરીદી છે, અભિનેત્રીએ તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. હવે જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે હાલમાં જ 'આર્યા 3'નું શૂટિંગ પૂરું કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details