મુંબઈઃ હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેર અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી વચ્ચેના વિવાદ પર મુંબઈની એક કોર્ટે ચૂકાદો આપ્યો છે. આ કેસમાં શિલ્પા શેટ્ટીને રાહત મળી છે. શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેર AIDS અંગેના જાગૃતિ કાર્યક્રમમાં ગયાં હતાં. આ જાગૃતિ અભિયાનમાં રિચર્ડે શિલ્પા શેટ્ટી સાથે કિસ કરી હતી. આ બનાવને લોકોએ ખુબજ ટિકા કરી હતી. આ બાબતે બન્ને સામે ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: વાણી કપૂરે ઉત્તર પ્રદેશના સારનાથ મંદિરની મુલાકાત લીધી તસવીરો જુઓ
શિલ્પા શેટ્ટી કિસિંગ કેસ: રિચર્ડ ગેર અને શિલ્પા શેટ્ટી વચ્ચેના વિવાદ પર મુંબઈની એક કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં કોર્ટે બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને મોટી રાહત આપી છે. મંગળવારે આ કેસમાં ચૂકાદો આપતા કોર્ટે કહ્યું કે, અભિનેત્રીએ કિસ નથી કરી. પણ તેને કિસ કરવામાં આવી છે. સાથે જ કોર્ટે કહ્યું છે કે, જાહેરમાં મહિલાઓ સાથે આ પ્રકારના વર્તનમાં મહિલાઓની સંડોવણી વિશે કહી શકાય નહીં અને ન તો તેમની વિરુદ્ધ કોઈ કેસ ચલાવી શકાય. કોર્ટે કહ્યું છે કે, અભિનેત્રી તરફથી અશ્લીલતાનો કોઈ પુરાવો નથી.