કોલકાતા: TV અભિનેત્રી તુનિષા શર્મા (TV actress Tunisha Sharma) અને સોશિયલ મીડિયા પ્રભાવક લીના નાગનવંશીની આત્મહત્યા બાદ અભિનય જગતમાંથી વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઝારખંડની અભિનેત્રી રિયા કુમારીની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી (Riya Kumari Shot Dead) છે. આ ઘટના બંગાળ હાઈવે પર બની જ્યારે રિયા તેમના પતિ સાથે કારમાં જઈ રહી હતી. ત્યારબાદ કેટલાક બદમાશોએ તેના પતિને લૂંટવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન રિયાએ તેમના પતિને બચાવવાના પ્રયાસમાં પોતાનો જીવ આપી દીધો હતો. આ અકસ્માત સમયે રિયાના પતિ પ્રકાશ કુમાર અને તેમની અઢી વર્ષની પુત્રી પણ ત્યાં હાજર હતી. રિયા લોકપ્રિય યુટ્યુબર અને લોકલ સીરિયલ 'વો ચલચિત્ર' થી ફેમસ થઈ હતી.
આ પણ વાંચો:તુનિષા શર્મા બાદ આ 22 વર્ષીય સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરે ઘરે લગાવી ફાંસી
શું છે સમગ્ર:મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ બગનાનના મહેશ ખેડા બ્રિજ પાસે વાહન રોક્યા બાદ કેટલાક બદમાશોએ તેમને ઘેરી લીધા હતા ત્યાર બાદ છીનવી લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે રિયાએ બદમાશોને મક્કમતાથી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે હથિયારબંધ બદમાશોએ વિચાર્યા વગર રિયા પર ગોળીબાર કરી દીધો હતો. રિયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બધુ થયા બાદ રિયાનો પતિ ઉતાવળે રાજાપુર પોલીસ સ્ટેશન પિરતલ્લા પહોંચ્યો અને સ્થાનિક પોલીસને સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. પોલીસે અભિનેત્રીનો મૃતદેહ મેળવીને બદમાશોની શોધ શરૂ કરી છે.