હૈદરાબાદ:આજે 1939 થી 1972ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મીના કુમારીની જન્મજયંતિ છે. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના બાળપણનું નામ મહજબીન હતું. મીના કુમારી અભિનેત્રી, કવિ, ગાયક અને કોસ્ય્યુમ ડિઝાઈનર પણ છે. મીના કુમારીને ભારતીય સિનેમાની મહાન અભિનેત્રીઓમાની એક ગણવામાં આવે છે. મીનાએ 90થી વધુ ફિલ્મમાં અભિનય કર્યો છે. અભિનેત્રીને ફિલ્મફેર એવોર્ડ્સ પણ મળ્યા હતા.
Meena Kumari: સિનેમા જગતની મહાન અભિનેત્રી મીના કુમારીનો આજે જન્મજયંતિ, ફિલ્મી સફર પર એક નજર
તારીખ 31 ઓગસ્ટના રોજ ફિલ્મ જગતની મહાન અભિનેત્રીઓમાની એક મીના કુમારીની જન્મજયંતિ છે. તેઓ ફક્ત અભિનેત્રી જ ન હતા, પરંતુ કવિ અને ગાયક પણ હતા. તેમણે ઘણી ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે. મીના કુમારીએ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અભિનય કુશળતાથી દર્શકોના દિલમાં જગા બનાવી હતી.
મીના કુમારીનો જન્મ: મીના કુમારીનો જન્મ તારીખ 1 ઓગસ્ટ 1933માં બોમ્બેમાં થયો હતો. મીના કુમારીના પિતા હાર્મોનિયમ વગાડતા હતા. ઉર્દુ ભાષામાં કવિતા લખતા હતા. તેઓ સંગીતની રચના કરતા હતા. તેમણે કેટલીક ફિલ્મમાં નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. તેમની માતા ઈકબાલ બેગમ એ સ્ટેજ અભિનેત્રી હતા. આમ તેમનું પરિવાર ફિલ્મ ઉદ્યોગ સાથે સાથે સંકળાયેલું હતું. મીના કુમારીનું નામ મહજબીન હતું. મીના કુમારીને તેમના માતા પિતા કામની તકો માટે ફિલ્મ સ્ટુડિયોમાં લઈ જતા હતા.
મીના કુમારીની કારકિર્દી: મીના કુમારીએ માત્ર 4 વર્ષની વયે અભિનય શરુ કર્યો હતો. મીનાએ શરુઆતમાં દિગ્દર્શક વિજય ભટ્ટના પ્રોડક્શન્સમાં કામ કર્યું હતું. મીનાએ 'લેધર ફેમ', 'અધુરી કહાની', 'પૂજા', 'એક હી ભૂલ'માં અભિનય કર્યો હતો. 'બચ્ચો કા ખેલ' ફિલ્મમાં મીના કુમારી નામથી કાસ્ટ કરવામાં આવી હતી. આ પછી તેમની અન્ય ફિલ્મ 'નયી રોશની', 'બહેન', 'કસૌટી', 'વિજય', 'ગરીબ', 'પ્રતિજ્ઞા' સામેલ છે. મીના કુમારીનું આવસાન તારીખ 31 માર્ચ 1972માં થયું હતું. તેમણે 38 વર્ષની વયે મહારાષ્ટ્રના મુંબઈમાં અંતિમ અંતિમ શ્વાસ લીધા હતા.