છત્તીસગઢ :પોતાના નિવેદનોને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહેનારી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે RSS ને લઈને મોટું નિવેદન આપ્યું છે. બિલાસપુરમાં આયોજિત સોશિયલ મીડિયા મીટમાં પોતાના સંબોધન દરમિયાન કંગના રનૌતે કહ્યું કે, RSS દેશને સંગઠિત કરવાનું કામ કર્યું છે. તેની સ્થાપનાથી આજ સુધી આ સંસ્થાએ લોકોમાં સનાતનની ચેતના જગાવી છે. જ્યારે આ સંસ્થા દ્વારા પ્રશિક્ષિત લોકોએ દેશની કમાન સંભાળી ત્યારથી જે કામ 70 વર્ષમાં નથી થઈ શક્યા તે માત્ર આઠથી દસ વર્ષમાં થઈ ગયા છે.
કંગનાનું નિવેદન : કંગના રનૌતે વધુમાં કહ્યું કે તે ઘણા લાંબા સમયથી RSS વિશે ઉત્સુક રહી છે. મારી ક્રાંતિકારી વિચારધારા ક્યાંક ને ક્યાંક આરએસએસ સાથે મળતી આવે છે. બાળપણમાં મને RSS સાથે જોડાવાનો લહાવો મળ્યો ન હતો. પરંતુ પછી મને તેના વિશે જાણવાનો મોકો મળ્યો હતો. હિમાચલ પ્રદેશના ઈન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા પર ઉત્તમ કામ કરી રહ્યા છે.
ક્યાંક ને ક્યાંક મારી ક્રાંતિકારી વિચારધારા RSS જેવી જ છે. બાળપણમાં મને RSS સાથે જોડાવાનો લહાવો મળ્યો ન હતો, પરંતુ પછી મને તેના વિશે જાણવાનો મોકો મળ્યો. RSS એ દેશને સંગઠિત કરવાનું કામ કર્યું છે. સંગઠન દ્વારા પ્રશિક્ષિત લોકોએ દેશની કમાન સંભાળી ત્યારથી જે કામ 70 વર્ષમાં નથી થઈ શક્યા તે માત્ર આઠથી દસ વર્ષમાં થઈ ગયા છે. -- કંગના રનૌત (બોલિવૂડ અભિનેત્રી)
કંગના ચૂંટણી લડશે ? ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ કંગના રનૌતે લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંગના 2024 માં ભાજપની ટિકિટ પર મંડી લોકસભાથી ચૂંટણી લડશે. ત્યારે હાલ કંગનાનું RSS સંબંધિત નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે કંગના 2024 માં ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે, જેના કારણે તે આવી વાતો કરી રહી છે.
બિલાસપુરી ધામનો આનંદ માણ્યો : આ કાર્યક્રમમાં સેંકડો સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરોએ ભાગ લીધો હતો. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, વિવિધ સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા યુવાનો હિમાચલની સંસ્કૃતિ અને સૌંદર્યને વિશ્વભરના લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તમામ ઈન્ફ્લુએન્સર જાણે છે કે તેઓ તેમના વિચારોથી લોકોને કેટલી હદ સુધી પ્રભાવિત કરી શકે છે. આ દરમિયાન કંગનાએ બિલાસપુરી ધામની મજા માણી હતી.
- AYODHYA RAM MANDIR : રામલલાની સેવા માટે કોઈ મુખ્ય પૂજારીની નિમણૂક કરવામાં આવી નથી, ટ્રસ્ટે સોશિયલ મીડિયા પર ફરતા સમાચારને અફવા ગણાવી
- સેમ બહાદુર બાદ મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં હીરો તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રાની પસંદગી કરાઈ