ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Janaki Bodiwala Bollywood Debut: ઢોલિવુડ અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે - જાનકી બોડીવાલાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું

ઢોલિવુડ અભિનેત્રી જાનકી બોડીવાલા બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જાનકી એ અનટાઈટલ હિન્દી ફિલ્મમાં અજય દેવગણ અને આર માધવન સાથે જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત બોલિવુડ અભિનેતા અજય દેવગણે કરી છે. આ ઉપરાંત જાનકી બોડીવાલાએ પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.

અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે
અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 4:10 PM IST

અમદાવાદ:'વશ' ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલા અભિનેતા અજય દેવગણ સાથે અનટાઈટલ બોલિવુડ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં આર માધવન અને જ્યોતિકા જોવા મળશે. આ ફિલ્મ તારીખ 8 માર્ચ 2024માં રિલીઝ થશે. જાનકી બોડીવાલા એ ઢોલિવુડ ફિલ્મ ઉદ્યોગની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. જાનકી ગુજરાતી સિમનેમામાં કામ કરે છે અને તેમણે 'છેલ્લો દિવસ' ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ થકી તેમને ખુબ જ નામના મળી હતી.

જાનકી બોડીવાલાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ:જાનકી બોડીવાલાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''8 માર્ચ 2024 માટે કેલેન્ડર ચિન્હિત કરો. અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાની પાવરહાઉસ ત્રિપુટી મોટા પડદા પર નેઈલ-બીટીંગ સુપરનેચરલ થ્રિલર રજુ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે.'' આ ફિલ્મના કલાકારોમાં જોઈએ તો, અજય દેવગણ, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક સામેલ છે. મ્યુઝિક રોકસ્ટાર DSP દેવી શ્રી પ્રસાદ દ્વારા નિર્મિત છે. જીઓ સ્ટુડિયોસ, અજય દેવગણ ફિલ્મ્સ એન્ડ પોનોર્મા સ્ટુડિયોસ ઈન્ટરનેશનલ દ્વારા પ્રસ્તુત ફિલ્મ છે.

જાનકી બોડીવાલા વિશે જાણો: જાનકી બોલિડીવાલા ગુજરાત રાજ્યની અમદાવાદની રહેવાસી છે. જાનકીએ મિસ ઈન્ડિયા 2019માં પણ ભાગ લીધો હતો. એટલું જ નહિં, પરંતુ તે મિસ ઈન્ડિયા ગુજરાતની ટોચની 3 ફાઈનલિસ્ટમાં જોવા મળી હતી. જાનકી બોડીવાલાએ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'થી અભિનયની શરુઆત કરી હતી. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ તારીખ 20 નવેમ્બર 2015માં દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષિત કરવામાં સફળ થઈ હતી.

જાનકી બોડીવાલાની ફિલ્મ:જાનકીએ 'છેલ્લો દિવસ' ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, કિંજલ રાજપ્રિયા સાથે કામ કર્યું હતું. આ ફિલ્મની સ્ટોરી કોલેજના છેલ્લા વર્ષમાં 8 મિત્રોના જીવનની આસપાસ ફરે છે. અભિનેત્રી જાનકીએ 'તંબુરો' ફિલ્મમાં ડિમ્પલ તરીકેની ભૂમિકા ભજવી હતી. 'છૂટી જસે છક્કા'માં અંકિતા તરીકેની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 'બૌઉ ના વિચાર', 'તુ રાજી રે' અને 'વશ' ફિલ્માં કામ કર્યું હતું. અભિનેત્રીએ યશ સોની સાથે 'નાડી દોષ'માં કામ કર્યું છે.

  1. Atlee Priya Watch Jawan: નિર્દેશક એટલી કુમાર પત્ની પ્રિયા સાથે 'જવાન'નો પ્રથમ શો જોવા ગયા, તસવીર કરી શેર
  2. Jawan Box Office Day 1: ભારતમાં 75 કરોડ રુપિયા સાથે શાહરુખ ખાન સ્ટારર 'જવાન' સૌથી મોટી હિન્દી ઓપનિંગ કરશે
  3. Maru Mann Taru Thayu First Poster: ભરત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે

ABOUT THE AUTHOR

...view details