અમદાવાદ: યશ સોની અને મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ '3 એક્કા' વિદેશમાં પણ ચાલી રહી છે. હવે આ ગુજરાતી ફિલ્મ ભારત ઉપરાંત વિદેશના ચાર શહેરોમાં રિલઝ થઈ ગઈ છે. યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને અપડેટ આપી છે. હવે ગુજરાતી ફિલ્મ USA, UK, કેનેડા અને આયર્લેન્ડના થિયેટરોમાં આવી ગઈ છે. વિદેશી થિયેટરોમાં યશ સોની અને મલ્હાર ઠાકુરનો જાદુ છવાઈ ગયો છે.
3 Ekka In USA: ગુજરાતી ફિલ્મ '3 એક્કા' USA, UK, કેનેડા અને આયર્લેન્ડમાં છવાઈ ગઈ - USA માં 3 એક્કા
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા એક્ટર યશ સોની, મલ્હાર ઠાકર, હિતુ કનોડિયા, એશા કંસારા અભિનીત ફિલ્મ '3 એક્કા' હવે વિદેશી થિયેટરોમાં આવી ગઈ છે. રાજેશ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ '3 એક્કા'નો જાદુ USA માં છવાઈ ગયો છે. અન્ય બીજા ક્યા દેશમાં ચાલી રહી છે તે જાણવા માટે આગળ વાંચો.
Published : Sep 2, 2023, 10:11 AM IST
3 એક્કા ફિલ્મ વિદેશી થિયેટરમાં: યશ સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''3 એક્કા USA, UK, કેનેડા અને આયર્લેન્ડમાં આવી ચૂક્યા છે. ફક્ત મૂવી ટિકિટ સાથે, તમારા માટે ઉડાન ભરો.'' 3 એક્કા ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. તારીખ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મે અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. '3 એક્કા' ફિલ્મને લઈને ચાહકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.
3 એક્કા ફિલ્મનું બોક્સ ઓફિસ કલકેશન: '3 એક્કા' ફિલ્મનું બોક્સ ઓફિસ કલકેશનની વાત કરીએ તો, બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહ પુરો કર્યો છે અને હવે તે બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે 1.19 કરોડ રુપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર ખાતું ખોલ્યું હતું. પ્રથમા સપ્તાહના અંતમાં કુલ 12.56 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સાથે હવે વિદેશમાં પણ ફિલ્મ ચાલી રહી છે, જેનાથી ફિલ્મની કમાણીમાં વધારો થઈ શકે છે.