હૈદરાબાદ: ઘણા અભિનેતા એવા છે જેમણે દેશભક્તિ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને દેશના કેટલાક જાણીતા કલાકારો દ્વારા સિલ્વર સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા છે. વર્ષોથી તેઓ રાષ્ટ્રીય નાયકોની પ્રેરણાદાયી વર્તાઓ પ્રેક્ષકો સમક્ષ લાવ્યા છે. આ કલાકારોએ કરુણ પ્રદર્શન માટે પ્રશંસા અને પુરસ્કારો મેળવ્યા છે. અહિં બોલિવુડના કેટલાક કલાકારો પર એક નજર કરીએ, જેમણે સ્ક્રીન પર સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી હતી.
મંગલ પાંડે: ધ રાઈઝિંગ: 'મંગલ પાંડે ધ રાઈઝિંગ'માં મંગલ પાંડે તરીકે આમિર ખાને ભૂમિકા ભજવી હતી. આ એક ઐતિહાસિક બાયોગ્રાફિલકલ ડ્રામા ફિલ્મ છે. મંગલ પાંડે ફિલ્મ તારીખ 12 ઓગસ્ટ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કેતન મહેતાના નિર્દેશમાં બની હતી. સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેના જીવન પર આધારિત ફિલ્મ છે. મંગલ પાંડે ભારતમાં વર્ષ 1857ના બળવાને વેગ આપવા માટે અને મદદ કરવા માટે જાણીતા એક ભારતીય સૈનીક છે.
મણકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી:આ ફિલ્મમાં ઝાંસીની રાણી તરીકે કંગના રનૌતે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ઘણા લોકોએ ફિલ્મમાં કંગનાની અભિનય કુશળતાની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. આ ફિલ્મની સ્ટોરી વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખાયવામાં આવી છે. ક્રિશ જગરલાલમુડી અને કંગના રનૌત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી.