હૈદરાબાદ: પેનોરમા સ્ટુડિયો દ્વારા UV ફિલ્મ્સ 'ગુઠલી લાડુ'નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા એ એક એક પ્રામાણિક અને સખત મહેનત કરવા વાળા સ્કુલના પ્રિન્સિપલના રુપમાં જોવા મળે છે. તેઓ વંચિતો સામે આવતા અવરોધોને પ્રકાશિત કરે છે. આ એક ચાઈલ્ડ એજ્યુકેશન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયો દ્વારા ટૂંક સમયમાં દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.
Guthlee Ladoo Trailer Out: અભિનેતા સંજય મિશ્રા અભિનીત 'ગુઠલી લાડુ'નું ટ્રેલર લોન્ચ, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ
અભિનેતા સંજય મિશ્રા અભિનીત ફિલ્મ 'ગુઠલી લાડુ'નું પેનોરમા સ્ટુડિયો દ્વારા ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ પોતાના ઓફિશિયલ X એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલરની જાહેરાત કરી છે. ઈશરત ખાનના નિર્દેશનમાં બનેલી એજ્યુકેશન પર આધારિત UV ફિલ્મની રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.
Published : Sep 20, 2023, 10:05 AM IST
|Updated : Sep 20, 2023, 11:34 AM IST
ગુઠલી લાડુનું ટ્રેલર રિલીઝ:તારીખ 19 સપ્ટેમ્બરના રોજ 'ગુઠલી લાડુ' ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર નિર્માતાઓએ પેનોરમા સ્ટુડિયોના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું. આ ટ્રેલરની જાહેરાત ડ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા તેમના ઓફિશિયલ X એકાઉન્ટ પર કરવામાં આવી હતી. 'ગુઠલી લાડુ' ફિલ્મના નિર્માતા પ્રદીપ રંગાવાની છે અને નિર્દેશક ઈશરત આર ખાન છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં છે. ગુઠલી ફાઈટર ફોર એજ્યુકેશન તારીખ 13 ઓક્ટોમ્બર 2023ના રોજ નજીકના સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
જાણો ફિલ્મની સ્ટોરી વિશે: ફિલ્મની સ્ટોરી પડકારોનો સામનો કરી શિક્ષણ મેળવવા માટે પ્રયાસ કરતા બાળકની આસપાસ ફરે છે. ટ્રેલરની શરુઆતમાં ટીચર વિદ્યાર્થીઓને પ્રશ્ન કરે છે કે, આસમાનમે તારે ક્યું ટીમ ટીમાતે હૈ. આના જવાબમાં એક બાળક કહે છે, વાયુમંડલ કે કારણ. ગુઠલી એક નાનો બાળક છે, જેને ભણવાની જીજ્ઞાશા ખૂબ જ હોય છે. પરંતુ છૂઆછૂતના ભેદભાવો હોવાના કારણે તે શિક્ષણથી વંચિત રહે છે. આવા વંચિત રહેલા બાળકના શિક્ષણના અધિકાર પર રચાયેલી આ ફિલ્મ છે.
- Mumbai House Lit Upl: પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર લાઈટોથી શણગારાયું, રાજસ્થાનમાં શાહી અંદાજમાં થશે લગ્ન
- Hiten Kumar New Film Chup : હિતેન કુમારે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે, પોસ્ટર કર્યું શેર
- Shibani Roy Mrs. Universe 2023 : શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો