નવી દિલ્હી:ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને યુટ્યુબ ટેબ્લોઈડ બોલિવૂડ ટાઈમ્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. હાઈકોર્ટે આ મામલાની સુનાવણી તારીખ 20 એપ્રિલના રોજ છે. જસ્ટિસ સી. હરિશંકરની બેંચ આ મામલે સુનાવણી કરશે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યાએ બોલિવૂડ ટાઈમ્સ પર તેના સ્વાસ્થ્ય અને જીવન વિશે ફેક ન્યૂઝ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. અરજીમાં આરાધ્યા સગીર હોવાને કારણે આવા રિપોર્ટિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો:Badshah Song Controversy: બાદશાહના નવા આલ્બમ સનક પર વિવાદ, શિવભક્તો કરશે FIR
અધિકારીઓને નોટિસ: કોર્ટે કહ્યું હતું કે, જો આ મામલે આદેશ પસાર કરવામાં નહીં આવે તો, અમિતાભની બદનક્ષીનો ખતરો છે. અરજીના આધારે કોર્ટે અમિતાભની વિનંતી પર ટેલિકોમ વિભાગ અને તેના અધિકારીઓને નોટિસ પણ પાઠવી હતી. અમિતાભ વતી અરજીમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયને ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું ગેરકાયદેસર રીતે ઉલ્લંઘન કરતી લિંક્સ અને વેબસાઈટોની યાદીઓ દૂર કરવા માટે નિર્દેશ આપવા માટે પણ માગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Rana Naidu 2: રાણા દગ્ગુબાતી અને વેંકટેશ ફરીથી ટક્કર માટે તૈયાર, સીઝન 2ની કરી જાહેરાત
અમિતાભ બચ્ચનને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી છે:અગાઉ અમિતાભ બચ્ચને પોતે ગયા વર્ષે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમના નામ, છબી, અવાજ અને વ્યક્તિત્વની લાક્ષણિકતાઓના રક્ષણની માંગણી કરી હતી. તેમની અરજી પર હાઈકોર્ટે તેમને રાહત આપી હતી. જસ્ટિસ નવીન ચાવલાની ખંડપીઠે અમિતાભના નામ અને અવાજનો તેમની સંમતિ વિના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ''અમિતાભ બચ્ચન એક પ્રખ્યાત વ્યક્તિત્વ છે, તે અંગે વિવાદ કરી શકાય નહીં. વિવિધ જાહેરાતોમાં તેમના નામ અને અવાજનો ઉપયોગ કરવામાં આવે છે.''