અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર એટલે દરેક લોકોના મુખે માત્ર એક જ શહેરનું નામ આવે છે. એ છે અમદાવાદ. અમદાવાદ શહેરના મધ્યમાં ઘણીબધી ઐતિહાસિક અને હેરિટેજ પોળો આવેલી છે. જેમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ બોલીવુડ અને અન્ય રાજ્યના અને વિદેશના પણ લોકો ઉતરાયણના દીવસે પતંગ ચગાવવા માટે આવતા હોય છે. ક્યારેક કચ્છ એક્સપ્રેસના સ્ટારકાસ્ટ સાથે Etv Bharat સાથે ખાસ વાતચીત પણ કરી હતી.
કચ્છ એક્સપ્રેસના સ્ટારકાસ્ટેટ Etv Bharat સાથે કરી ખાસ વાતચીત આ પણ વાંચો:Roar On Rrr In Mumbai: કરણ જોહર અને Ss રાજામૌલી વચ્ચેની ફની વાતચીતનો વીડિયો વાયરલ
પ્રશ્ન: હિન્દી અંગ્રેજી ફિલ્મ ની અંદર કામ કરી કર્યું ત્યારે ગુજરાતીની પ્રથમ ફિલ્મ કામ કરી રહ્યા છો કેવું અનુભવી રહ્યા છો..
જવાબ: ખૂબ જ મજા આવે આનાથી વધારે માની નથી શકતી. ફિલ્મ ખૂબ જ સુંદર બની છે.તેની સ્ક્રીપ પણ ખૂબ જ સુંદર બનાવવામાં આવે છે. અને ખાસ કરીને કચ્છ આ ફિલ્મ બની હોવાથી ફિલ્મ કરવાની પણ ખૂબ જ મજા આવી છે.
પ્રશ્ન:તમે હિન્દી અને અંગ્રેજી ફિલ્મ પણ કામ કર્યું છે હવે ગુજરાતી ફિલ્મના કામ કર્યું છે. તો હિન્દી અને ગુજરાતી ફિલ્મ કેટલો ફરક લાગે છે.?
જવાબ: હિન્દી અને ગુજરાતી ફિલ્મમાં કોઈ ફરક લાગતો નથી પરંતુ જે સારી ફિલ્મ અને ખરા ફિલ્મમાં જેટલો ફરક હોય છે તેટલું જ ફરક પરંતુ આ કચ્છ એક્સપ્રેસ ખૂબ જ સારી ફિલ્મ છે. એટલે કંઇ ફરક લાગતો નથી પરંતુ હા ભાષા અલગ પડે છે.
પ્રશ્ન: ગુજરાતીમાં તમારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનો તમને કેવો અનુભવ રહ્યો અને તમારો આ ફિલ્મમાં રોલ શું હતો.?
જવાબ: આ ફિલ્મમાં સાસુ વહુની વાત છે. મોંઘી જે મુખ્ય પાત્ર છે તેના જીવન વિશેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મમાં મોંઘી નું સમજવું મારું અસ્તિત્વ શું છે હું શું કરી શકું છું અને હું શું કરવા માંગુ છું તે આ ફિલ્મની સ્ટોરી છે.
પ્રશ્ન:બે દિવસ પહેલા જ ઉતરાયણ પૂર્ણ થઈ છે તમે અમદાવાદ આવ્યા છો ઉતરાયણ ઉજવી અને ખાસ કે ઊંધિયું ને સ્વાદ માણ્યો હતો.
જવાબ:આ વખતે ઉત્તરાયણ નથી માણી. પરંતુ મેં અમદાવાદને ઉત્તરા ને ખૂબ જ યાદ કરું છું.
આ પણ વાંચો:Jayabachan Indore Airport Video : અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન ઈન્દોરની મુલાકાતે, એરપોર્ટ સ્ટાફ પર આ કારણોસર થયા ગુસ્સે
પ્રશ્ન: નાની ઉંમરમાં તારે જમીન પર ફિલ્મમાં કામ કર્યું છે અને હવે ગુજરાતી ફિલ્મ કામ કરી રહ્યા છો તેઓ અનુભવ રહ્યો.
જવાબ: મારી એ જ ઈચ્છા છે કે આગળ સારી સ્ટોરીઓ સાથે તેની સાથે કામ કરી શકુ. અત્યારે લોકોને કેરેક્ટર અને રોડ ઉપર ધ્યાન નથી હોતું પરંતુ લોકોને એની ઉપર છે કે તે શું લઈ શકે છે. મારી પ્રથમ ફિલ્મ હતી તેમાંથી સ્ટોરી લીધી અને ત્યારબાદ કેરેક્ટર લીધું હતું અને ત્યારબાદ જે એક્ટર હતો તે લીધો છે. અત્યાર સુધી હું જે શીખ્યો છું તે જ શીખતો રહું અને આગળ પણ એવી જ સારી સ્ટોરી ઉપર કામ કરતો રહું.
પ્રશ્ન: તારે જમીન પર ફિલ્મ કામ કરું ને હાલમાં તમે અભ્યાસ પણ કરી રહ્યા છો નાની ઉંમરમાં આટલી મોટી સફળતા કઈ રીતે જોઈ રહ્યા છો.
જવાબ: મને આટલી નાની ઉંમરનું કોઈ પ્લાનિંગ ન હતું. અને જે ગમે છે તે જ હું કરું છું મને ચોથા ધોરણમાં પ્રથમ મોકો મળ્યો હતો. કામ કરવાનો અને મારા સ્કૂલના પ્રિન્સિપાલે મને મંજૂરી આપી હતી. મને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો અને હું આજ મારા શોખ ને આગળ વધારી રહ્યો છું. અને છેલ્લા 15 વર્ષથી હું એજ કોશિશ કરું છું કે એક્ટિંગમાં એવું શું છે કે જે મને આગળ લઈ જઈ શકે છે.
પ્રશ્ન:અમદાવાદ આવ્યા છો કે પછી તેને મિસ કરી છે.
જવાબ: આ વખતે ઉત્તરાયણ મિસ કરી છે જેનું મને ખૂબ જ દુઃખ છે પરંતુ પ્લાનિંગ એવો છે કે આગામી વર્ષે ઉત્તરાયણ કરવા ચોક્કસ આવશે. ગુજરાતી ખાવાની વાત કરવામાં આવે તો જ્યારે પણ હું ગુજરાત આવું છું ત્યારે પાકા પાયે જમું છું જેના કારણે મારું વજન પણ વધી ગયું છે. ગુજરાત એવી જગ્યા છે કે જ્યાં ખાઈ પીને મોજ કરવાની આરામ કરો એક સારૂ વેકેશન માણી શકાય તેવી જગ્યા છે.
જવાબ: આ વખતે અમદાવાદમાં આવી અમદાવાદની પોળમાં ઉતરાણ બનાવી રહી છે કેવો અનુભવ રહ્યો.
જવાબ: આ વખતે મારો ત્રીજી વખત અમદાવાદની ઉતરાયણ મનાવી છે. ખૂબ જ મજા આવે છે કારણ કે અમે 200 વર્ષ જૂનું હેરિટેજ હાઉસ છે તેની અંદર ઉત્તરાયણ મનાવી છે. સવારથી સાંજ સુધી અમે પતંગ ચગાવે છે આ અનુભવ ખૂબ જ યાદગાર રહેશે. મુંબઈમાં ઉતરાયણની મજા આવતી નથી જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી હું અમદાવાદની પોળોમાં આવીને ઉતરાયણ ઉજવું છું.