ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Satyaprem Ki Katha: 'સત્યપ્રેમ કી કથા'માં બે ગુજરાતી કલાકારોની મહત્ત્વની ભૂમિકા, સુપ્રિયા પાઠક-સિદ્ધાર્થ રાંદેરિયાની એક ઝલક

સમીર વિદ્વાંસ દ્વાર નિર્દેશિત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'માં ગુજરાતના બે કલાકાર ખુબજ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. જેમાં સત્તુ-કાર્તિક આર્યનની માતા તરીકે સુપ્રિયા પાઠકક દિવાલીના રુપમાં અને કથા-કિયારા અડવાણીના પિતા તરીકે હરિકિશનની ભૂમિકામાં સિદ્ધાર્થ રાંદેરિયા સામેલ છે.

'સત્યપ્રેમ કી કથા'માં બે ગુજરાતી કલાકાર સુપ્રિયા પાઠક અને સિદ્ધાર્થ રાંદેરિયાની એક ઝલક
'સત્યપ્રેમ કી કથા'માં બે ગુજરાતી કલાકાર સુપ્રિયા પાઠક અને સિદ્ધાર્થ રાંદેરિયાની એક ઝલક

By

Published : Jul 2, 2023, 2:55 PM IST

Updated : Jul 5, 2023, 12:31 PM IST

અમદાવાદ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મમાં બે મોટા ગુજરાતી કલાકરો સામેલ છે. આ ગુજરાતી કાલાકરમાં સુપ્રિયા પાઠક છે, જે સત્તુ એટલે કે, કાર્તિક આર્યનની માતા તરીકે દિવાલીની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે બીજા કલાકારની વાત કરીએ તો સિદ્ધાર્થ રાંદેરિયા છે, જે ફિલ્મમાં કથા એટલે કે, કિયારા અડવાણીના પિતા તરીકે હરિકિશનની ભૂમિકા ભજવી રહ્યાં છે. 'સત્યપ્રેમ કી કથા'માં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા આ બે ગુજરાતી કાલકારો ખુબજ પ્રતિષ્ઠા મેળવી રહ્યાં છે. તો ચાલો તેમના વિશે સામન્ય માહિતી મળવીએ.

સુપ્રિયા પાઠક:સુપ્રિયા પાઠક ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મ અને ટેલિવિઝનમાં કામ કરે છે. સુપ્રિયાએ ખીચડી ફ્રેન્ચાઈઝીમાં હંસા પારેખની ભૂમિકા ભજવી હતી, જેનાથી તેમને ખુબજ પ્રસંશા મળી હતી. અભિનેત્રીને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તેમની બહેન રત્ના પાઠક શાહ પણ પ્રખ્યાત અભિનેત્રી છે. રત્ના પાઠકના પતિ નસીરુદ્દીન શાહ છે. આ સાથે શાહિદ કપૂર તેમનો સાવકો પુત્ર છે. સુપ્રિયાએ પોતાના અભિનયની શરુઆત મૈના ગુર્જરી નાટકથી કરી હતી.

સિદ્ધાર્થ રાંદેરિયા: સિદ્ધાર્થ રાંદેરિયા એ ગુજરાતી લેખક, દિગ્દર્શક અને અભિનેતા છે. તેમના પિતા મધુકર રાંદેરિયા અને પુત્ર ઈશાન રાંદેરિયા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકડાયેલા છે. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી કોમેડી નાટકો માટે પ્રખ્યાત છે. આ દરમિયાન તેણે ઘણા નાટકોમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું છે. વર્ષ 1970 થી તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ ગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું.

ફિલ્મની સ્ટોરી: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મમાં સત્તુ એ મુર્ખ, દયાળુ ગુજરાતી છોકરો છે. આ સત્તુ કથા સાથે લગ્ન કરવા માટે અધિરો થાય છે. કથા એ એક પ્રખ્યાત અને મોટા ઉદ્યોગપતિની હરિકિશનની દિકરી છે. સત્તુના લગ્ન કરવાના સપ્તા પુરા થવાના હોય છે. કથાના માતા પિતા સત્તુના ઘરે આવે છે. સત્તુ પોતાની પ્રેમિકા સાથે પોતાના પ્રેમમાં અને તેમની સાથે લગ્ન કરવાના ધ્યેયને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ: સમીર વદ્વાંસ દ્વાર નિર્દેશિત ફિલ્મમાં ગજરાજ રાવ, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, શિખા તલ્સાનિયા, અર્જુન અનેજા, માયરા દોશી, ભૌમિક આહિર, પલાશ તિવારી, અવરાદ હોસેન ઈશાન અને નિર્મિત સવાવંત સામેલ છે. સત્યપ્રેમ કી કથા' તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હાલ આ ફિલ્મ ચોથા દિવસે ચાલી રહી છે.

  1. Box Office Collection: બોક્સ ઓફિસ પર કાર્તિકનો કિયારા જાદુ, ત્રીજા દિવસે 10 કરોડને પાર
  2. Animal: રણબીર કપૂર અભિનીત એનિમલની રિલીઝ ડેટ મોકૂફ રાખી, નવી રિલીઝ ડેટની જાહેરાત
  3. Anushka Sharma: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં વેકેશન માણી રહી છે, તસવીર શેર
Last Updated : Jul 5, 2023, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details