ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Gujarati Movie September 2023: સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ પર એક નજર કરો, જુઓ અહીં ટ્રેલર - સપ્ટેમ્બર મહિનામાં રીલઝ થનારી ફિલ્મ

ઢોલિવુડ ફિલ્મ ઉદ્યોગમાંથી આ સપ્ટેમ્બર મહિનામાં કેટલીક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ જોવા માટે દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. તો ચાલો કઈ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે તેના પર એક નજર કરીએ.

સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ પર એક નજર કરો, જુઓ અહીં ટ્રેલર
સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ પર એક નજર કરો, જુઓ અહીં ટ્રેલર

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 11:09 AM IST

અમદાવાદ:સપ્ટેમ્બર મહિનો એ તમારા માટે ખાસ છે. આ મહિનામાં મનોરંજન માટે ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેના પર એક નજર કરવી ઘટે. ઢોલિવુડના સિદ્ધાર્થ રાંદેરિયાથી લઈને હિતુ કનોડિયા સુધી જાણીતા કલાકારો અભિનીત ફિલ્મ આ મહિને રિલીઝ થવાની તૈયારીમાં છે. તો ચાલો અહિં આ ખાસ ફિલ્મો પર નજર કરીએ જે, ટૂંક સમયમાં મોટા પદડા પર જોવા મળશે.

હું અને તું:સિદ્ધાર્થ રાંદેરિયા, સોનાલી લેલે, પૂજા જોષી અને પરિક્ષિત તામલિયા અભિનીત ફિલ્મ 'હું અને તું' તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર તારીખ 8 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ગીત 'જોબનિયું' સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે, જે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

કહી દે ને પ્રેમ છે:યુક્તી રાંદેરિયા દ્વારા અભિનીત ફિલ્મ તારીખ 15 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. પ્રેમની મધુર કહાની 'કહી દે ને પ્રેમ છે' નિશિથ બ્રમ્હભટ્ટ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં વિશાલ સોલંકી, યુક્તી રાંદેરિયા, સ્મિત પંડ્યા અને હિના જઈકિશન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'કહી દે ને પ્રેમ છે' ફિલ્મ પ્રેમ, લાગણી અને હાર્ટબ્રેક પર આધારિત સ્ટોરી છે. તારીખ 26 ઓગસ્ટના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે.

નિક્કી: બે પેઢીઓની અને તમામ સામાજિક સંઘર્ષોનો સામનો કરીને ક્રિકેટ રમવાનુ તેમનું સપનું પુર્ણ કરતી એક યુવતી પર આધારિત સ્ટોરી છે. આ મહિલાઓને પ્રેરણા પુરી પાડતી આ ફિલ્મ ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળશે. આ ફિલ્મમાં સંવેદનાસુવાલ્કા, આહાના, ખૂશી, નવજોત સિંહ ચૌહાણ, સોનાલી લેલે દેસાઈ, કમલ બાબુ જોષી, મુંજાલ વ્યાસ અને શિવમ માર્કન્ડેય મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 29 સપ્ટેમ્બરના રોજ નજીકના સિનેમાઘરોમાં જોવા મળશે.

કમઠાણ:ઢોલિવુડના સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા અભિનીત ફિલ્મ 'કમઠાણ' તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અરવિન વૈદ્ય, જરીવાલા દર્શન, હિતુ કનોડિયા, બાબા સાન્ગો, પંડિત કૃણાલ, તેજલ પંચાસરા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. એક સ્ટ્રેટ-બસ્ટિંગ કોપ-કોમેડી ફિલ્મ છે, જે લેફ્ટનન્ટ શ્રી અશ્વિની ભટ્ટની નવલકથા પર આધારિત છે. આ ફિલ્મ ધ્રુનાદ દ્વારા નિર્દેશિત છે અને આયુષ પટેલ, અભિષેક, મિત, જાની, પ્રતિક ગુપ્તા અને પીનલ પટેલ દ્વારા નિર્મિત છે.

  1. Jobaniyu Song Release: સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર 'હું અને તું' ફિલ્મનું ગીત 'જોબનિયું' રિલીઝ
  2. 3 Ekka Collection: 3 'એક્કા' ફિલ્મે 10 દિવસમાં 18 કરોડથી પણ વધુની કમાણી કરી
  3. Tirupati Temple: 'જવાન'ની રિલીઝ પહેલા શાહરુખ ખાન તિરુપતિ મંદિર પહોંચ્યા

ABOUT THE AUTHOR

...view details