હૈદરાબાદ:સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે પોતાની યોગ્યતા સાબિત કરનારી 'સામી ગર્લ' રશ્મિકા મંદન્નાએ વર્ષ 2022માં ફિલ્મ 'ગુડ બાય'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે એક્ટિંગ કરતી જોવા મળી હતી. અભિનય ઉપરાંત રશ્મિકા એક શાનદાર ડાન્સર પણ છે. રશ્મિકા તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તો ચાલો એક નજર કરીએ રશ્મિકાના 27માં જન્મદિવસ પર તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર.
આ પણ વાંચો:સલમાન ખાનનું મોસ્ટ અવેટેડ ગીત 'યંતમ્મા' માં જોવા મળ્યો ભાઈજાનનો અનોખો સ્વેગ
રશ્મિકા મંદન્ના ટોપ ડાન્સ: 'સામી ગર્લ' રશ્મિકા મંદન્ના તારીખ 5 એપ્રિલા રોજ તેના 27માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. રશ્મિકા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર નવા ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેણીએ ગીતમાં અદભૂત ડાન્સ પણ કર્યો છે. પછી તે ફિલ્મ 'પુષ્પા'નું ગીત 'સામી સામી' હોય કે પછી 'ટોપ ટકર' ગીત.
'સામી સામી' ગીત:'સામી સામી' એ વર્ષ 2021માં રિલીઝ થયેલ 'પુષ્પા- ધ રાઇઝ'નું સૌથી લોકપ્રિય ગીત છે. રશ્મિકાએ આ ગીતની બીટ પર અદ્ભુત સ્ટેપ્સ કર્યા હતા. આ ગીત પર ઘણી રીલ બનાવવામાં આવી છે. આ ગીતમાં રશ્મિકા સાથે અલ્લુ અર્જુન પણ જોવા મળ્યો હતો.