ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના ખ્યાતનામ કલાકારોમાં (Famous actors of Gujarat) આદિત્ય ગઢવી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી પ્રખ્યાત છે. ગુજરાતના પ્રખ્યાત સંગીત કલાકારો (Latest Musician of Gujarat), જેમનો અવાજ આજે પણ લોકોના દિલમાં ગુંજે છે. ગુજરાતના ગરબા, ડાયરા, ટિમલી પ્રખ્યાત છે. આ કલાકારોએ માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ દેશ અને વિદેશમાં પણ નામના મેળવી છે. આ કલાકારોએ ગુજરાતના લોકોમાં ગીત ગાયને પોતાની ઉંડી છાપ ઉભી કરી છે. નવરાત્રી દરમિયાન એમના ગરબા પણ એટલા જ પ્રખ્યાત (Famous music artists of Gujarat) છે.
આ પણ વાંચો:અવતાર 2ની સ્ટાર કાસ્ટના અસલી ચહેરાઓ, પાન્ડોરા ગ્રહના લોકોની ઓળખ
જીગ્નેશ કવિરાજ: ગુજરાતમાં ગુજરાતી ગીત ગાવામાં પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજ. જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના હ્રુદયમાં ગુંજે છે. પ્રેમ પર ઘણા ગીત તેમણે ગાયા છે. જીગ્નેશ કવિરાજનો જન્મ તારીખ 3 સપ્ટેમ્બર 19988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે થયો હતો. તેમના પરિવારના સદસ્યો પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. જીગ્નેશ કવિરાજના ગીતમાંજીગ્નેશ કવિરાજના ગીતમાં બેવફા ગીત, પ્રેમના ગીત, ભજન, ગરબા, ડીજે, ટીમલી પરના ગીત જોવા મળે છે. રસિયો રુપાડો, જાનુ મારી લાખોમાં એક, ઉડી પાટણ, યાદ કરે છે સાદ કરે છે, બોવફા તને દુરથી સલામ, લે કચુકો લે, હાથમાં છે વિસ્કી, માની આરતી, પરણીને પારકા થઈ ગયા વગેરે પ્રખ્યાત છે.
કિંજલ દવે: કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. તેમના ગરબા, લગ્ન ગીત, સંતવાણી, લોકડાયરો એવા કાર્યક્રમોથી જણીતા છે. નાની ઉંમરમાં કિંજલ દવેએ માત્ર ગુજરાતમાં જ નહિં પરુંતુ વિદેશમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. કિંજલ દવેના પ્રખ્યાત ગીતમાં લેરી લાલા, મોજમાં, ચાર ચાર બંગડીવાળી, એઢણી મારી, ગોગો ગોગો મારો ગોમ ધણી આ બધા ફેમસ છે.
આદિત્ય ગઢવી: આદિત્ય ગઢવી જન્મ સુરેન્દ્રનગરના મૂળ ગામના છે. યુવા પેઢીઓમાં લોકપ્રિય ગણાતા કલાકાર આદિત્ય ગઠવી છે. તેમના પુર્વજો પણ સંગીત સાથે જોડાયેલા હતા. જેના કારણે સંગીત તેમને વારસામાં મળ્યું છે. નાનપણથી જ તેમનો સંગીત સાથે નાતો હતો. આદિત્ય ગઢવીના પ્રખ્યાત ગીતમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવુ, રંગ ભીની રાધા, હાલાજી તર હાથ વખાણું, પંખી રેનો સમાવેશ થાય છે.