હૈદરાબાદઃ 95માં ઓસ્કાર એવોર્ડ માટે બહાર પાડવામાં આવેલી છેલ્લી યાદીમાં લગભગ 300 ફિલ્મ વચ્ચેની કઠિન લડાઈ બાદ આપણા દેશની 4 ફિલ્મોની પસંદગી થઈ શકી છે. જેમાંથી માત્ર 3 ફિલ્મ જ અંતિમ યાદીમાં સ્થાન મેળવી શકી. આ ફિલ્મમાં SS રાજામૌલીની ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિજેતા 'RRR'નો સમાવેશ થાય છે. જેનું ગીત 95મા ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં નામાંકિત થયું છે.
આ પણ વાંચો:Anupam Kher Crying Video: અનુપમ અને સતિષની મિત્રતાનો વીડિયો વાયરલ, અભિનેતાના નિધન પર રડી પડ્યા ખેર
યોજાશે લોસ એન્જોલસમાં કાર્યક્રમ: 95માં ઓસ્કાર એવોર્ડની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 95મા ઓસ્કાર એવોર્ડ માટે અંતિમ નોમિનેશન લિસ્ટ જાહેર થયા બાદ જાણવા મળ્યું છે કે, ઓસ્કાર એવોર્ડની યાદીમાં 3 ભારતીય ફિલ્મોના નામ સામેલ કરવામાં આવ્યા છે. તેથી જ આ વખતે ઓસ્કારને લઈને આપણા દેશમાં ઘણી હકારાત્મક અપેક્ષાઓ ઉભી થઈ રહી છે. આ ત્રણેય ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો અને નિર્માતા નિર્દેશકના કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોસ એન્જલસ પહોંચી ગયા છે.
બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ: શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી માટે ભારતને ઓલ ધેટ બ્રેથનો સમાવેશ કરીને વિશ્વભરની ડોક્યુમેન્ટ્રી સાથે સ્પર્ધા કરવા માટે કહેવામાં આવ્યું છે. ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પર્સને શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ માટે આ શ્રેષ્ઠ તક મળી છે. એટલા માટે આપણા દેશને 95મા ઓસ્કાર એવોર્ડથી ઘણી આશાઓ જોવા મળી રહી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, વર્ષ 2023 ભારત માટે ફિલ્મ અને મનોરંજન માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:Bheed Trailer Released: ભીડ ટ્રેલર રિલીઝ, લોકડાઉન દરમિયાન ભયાનક દ્રશ્ય પર ફિ્લ્મ
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ: વર્ષ 2023ના ઓસ્કારમાં ત્રણ અલગ અલગ ફિલ્મએ પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે. પ્રથમ દાવો શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીની શ્રેણીમાં જોઈ શકાય છે. બીજી તરફ, બીજો દાવો શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની શ્રેણીમાં છે. આ રીતે ડોક્યુમેન્ટરીની શ્રેણીમાં બે ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. આ સાથે SS રાજામૌલીના 'RRR'ના પ્રખ્યાત ગીત 'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરીને ઓસ્કારની રેસમાં સામેલ થવાની તક મળી છે.