ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

69th National Film Awards: અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર બની ગયા - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 અલ્લુ અર્જુન

'પુષ્પા ધ રાઈઝ'માં શાનદાર પરફોર્મન્સ કરવાવાળા ટોલીવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડ જિત્યો છે. 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં વિજેતાઓની યાદી જાહેર કરવા કરવામાં આવી હતી. અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર બની ગયા છે.

બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી
બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 5:50 PM IST

હૈદરાબાદ:તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં અલ્લુ અર્જુનનો ક્રેઝ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરુઆત કરી હતી અને 'ગંગોત્રી'થી હીરો તરીકેની શરુઆત કરી હતી. જ્યારથી તેમણે ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી છે, ત્યારથી દરેક પડકાર અને ટીકાનો સ્વીકાર કર્યો છે અને તેઓ એક શ્રેષ્ઠ નેતા તરીકે ઉભરી આવ્યા છે. 'પુષ્પા ધ રાઈઝ' ફિલ્મની સફળતા બાદ અલ્લુ અર્જુનને ખુબ જ પ્રતિષ્ઠા મળી છે. નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતનાર પ્રથમ તેલુગુ હીરો તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી: અલ્લુ અર્જુને પ્રખ્યાત હાસ્ય કલાકાર અલ્લુ રામલિગૈયાના પૌત્ર, અલ્લુ અરવિંદના પુત્ર અગ્રણી અભિનેતા ચિરંજીવીના ભત્રીજા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમણે બાળ કલાકાર તરીકે વર્ષ 1985માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગોત્રી'ને બોક્સ ઓફિસ પર સારી એવી ચર્ચા મળી હતી. પરંતુ બન્નીને ઘણી ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા લોકોએ તેમના દેખાવની મજાક ઉડાવતા ગંભીરક ટિપ્પણીઓ કરી હતી. બન્નીએ આ બધી ટીકોઓનો જવાબ 'આર્ય'થી આપ્યો હતો. ચાહકોનો પ્રેમ મિત્રોનો પ્રેમ સમાન છે. તે ચાહકોને પોતાના પરિવારના સભ્યો માને છે.

પારિવારી સંબંધોને મહત્ત્વ આપ્યું: ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારોને પરિવાર સાથે વિતાવવા માટે પૂરતો સમય નથી મળતો. અલ્લુ અર્જુન માને છે કે, 'પરિવાર પ્રથમ આવે છે.' તેઓ શૂટિંગમાં ગમે તેટલા વ્યસ્ત હોય તેમ છતાં તેઓ પોતાની પત્ની સાથે પોતાનો સમય પસાર કરે છે. પિતા અલ્લુ અર્જુનને તેમના પ્રત્યે એટલો પ્રેમ હતો કે, તે ઘણી વાર કાર્યક્રમોમાં પિતા વિશે વાત કરતા ભાવૂક થઈ ગયા છે.

બ્લોકબસ્ટર ફિલ્મ: ટોલિવુડમાં સિક્સપેકની શરુઆત અલ્લુ અર્જુન સાથે થઈ હતી. તે પહેલીવાર ફિલ્મ 'દેશમુદુરુ'માં સિક્સ પેકની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 'વરુડુ' 2010માં રિલીઝ થઈ હતી. ત્યારે ઘણી છોકરીઓ બન્નીના લુકના પ્રેમમાં પડી ગઈ હતી. વર્ષ 2021માં રિલીઝ થયેલી 'પુષ્પા' સાથે તેમણે વિશ્વભરમાં એક ટ્રેન્ડ સેટ કર્યો હતો. અલ્લુ અર્જુને ટોલિવુડમાં અને સાઉથમાં સારા ડાન્સ તરીકેની નામના મેળવી છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પ્રથમ એક્ટર:સુકુમારે 'આર્ય' સાથે બન્નીની કારકિર્દીમાં સફળતા અપાવી છે. લગભગ 10 વર્ષ પછી અલ્લુ અર્જુન અને સુકુમારે 'પુષ્પા' માટે હાથ મિલાવ્યા હતા. લાલ ચંદનની દાણચોરીની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી આ સ્ટોરી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુને 'પુષ્પારાજ'ના રોલમાં ધડાકો કર્યો હતો. તેમણે વિશ્વભરમાં રુપિયા 365 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા. આ ફિલ્મ માટે દેવીશ્રી પ્રસાદના સંગીતે ફિલ્મ પ્રેમીઓને પ્રભાવિત કર્યા હતા. જેમાં 'શ્રીવલ્લી', 'ઓ અંતવા માવા' અને 'સામી સામી' ગીતોએ યુટ્યુબર પર સનસાનાટી માચાવી દીધી છે. આ ફિલ્મે અનેક પુરસ્કારો જીત્યા છે અને તાજેતરમાં જ શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ સંગીત નિર્દેશકની શ્રીણીઓમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. બન્નનીએ તેલુગુ હીરો માટેના રાષ્ટ્રીય પુરસ્કારોમાં પ્રથમ વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો છે.

  1. 69th National Film Awards: આલિયા ભટ્ટે કૃતિ સેનનને પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યાં, ઈમોશનલ પોસ્ટ કરી શેર
  2. Salman Khan in Bangladesh: બાંગલા દેશમાં રિલીઝ થશે 'કિસી કા ભાઈ કિસી કી જાન', સલમાન ખાને પોસ્ટ શેર કરી
  3. 3 Ekka release: ગુજરાતી ફિલ્મ '3 એક્કા' થિયેટરોમાં રિલીઝ, એશા કંસારાએ પોસ્ટ કરી શેર

ABOUT THE AUTHOR

...view details