હૈદરાબાદ: ગુજરાતી ફિલ્મ '3 એક્કા' તારીખ 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. મલ્હાર ઠાકર અને યશ સોની સ્ટારર ફિલ્મ '3 એક્કા'નું 8માં દિવસનું કલેક્શન સામે આવ્યું છે. આ ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે અને હવે બીજા સપ્તાહમાં ચાલી રહી છે. ફિલ્મના 8માં દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની સાથે પ્રારંભિક અંદાજ મૂજબ, 9માં દિવસની કમાણી પર એક નજર કરીએ.
3 Ekka collection day 9: બોક્સ ઓફિસ પર '3 એક્કા'એ મચાવી ધમાલ, મલ્હાર ઠાકરની ફિલ્મ દર્શકોને પસંદ આવી - 3 એક્કા કલેક્શન દિવસ 9
મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત ફિલ્મ '3 એક્કા' ભારત ઉપરાંત USA સહિત અન્ય દેશમાં પણ ચાલી રહી છે. આ ફિલ્મનું 8માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. આ સાથે પ્રારંભિક અંદાજ મુજબ, 9માં દિવસે કેેટલી કમાણી કરશે તે જાણવા માટે આગળ વાંચો.
Published : Sep 2, 2023, 1:51 PM IST
3 એક્કા ફિલ્મની 9માં દિવસની કમાણી: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મુજબ, મલ્હાર ઠાકર, યશ સોની અને હિતુ કનોડિયા અભિનીત ફિલ્મે 3 એક્કાએ 8માં દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 1.23 કરોડ રુપિયાની ઈન્ડિયા નેટ કમામી કરી હતી. '3 એક્કા' ફિલ્મે 8માં દિવસે લગભગ કુલ 13.79 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. આ સાથે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નજર કરીએ તો, લગભગ 14.8 કોરડ કલેક્શન કર્યું છે.
પ્રથમ સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્કના અહેવાલ મુજબ, '3 એક્કા' ફિલ્મે ઓપનિંગ ડે પર 1.19 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 1.8 કરોડ, ત્રીજા દિવસે 2.76 કરોડ, ચોથા દિવસે 1.21 કરોડ, પાંચમાં દિવસે 1.4 કરોડ, છઠ્ઠા દિવસે 2.8 કરોડ, સાતમાં દિવસે 1.4 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સાથે એક સપ્તાહના અંતે '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ કુલ 12.56 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. આ સાથે (પ્રારંભિક અંદાજ મુબજ) 9માં દિવસે 2.03 કરોડ રુપિયાની ઈન્ડિયા નેટ કમાણી કરી શકે છે. આ સાથે (પ્રારંભિક અંદાજ મુજબ) ઈન્ડિયા નેટ કુલ કલેક્શન 15.82 કરોડ રુપિયા થઈ શકે છે.