ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

3 Ekka Collection Day 8: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકર, જાણો 8માં દિવસની કમાણી - 3 એક્કા કલેક્શન

મલ્હાર ઠાકર, યશ સોની, એશા કંસારા અને હિતુ કનોડિયા સ્ટારર '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યુ છે. આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. રાજેશ શર્મા નિર્દેશિત ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે, ત્યારે ફિલ્મની સફળતાથી સ્ટારકાસ્ટ ખૂબ જ ખુશ છે.

'3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકર, જાણો 8માં દિવસની કમાણી
'3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકર, જાણો 8માં દિવસની કમાણી

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 4:31 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતાઅભિનેતા મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. થિયેટરોમાં ચાહકોની ભીડ એક્ઠી કરવામાં સફળ સાબિત થઈ છે. રાજેશ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ '3 એક્કા' તારીખ 25 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી હતી. હાલ આ ફિલ્મનું 8માં દિવસનું પ્રારંભિક કેલક્શન સામે આવ્યું છે. આ સાથે પ્રથમ સપ્તાહ પુરો કર્યો છે અને બીજા સપ્તાહમાં પ્રવેશ કર્યો છે.

'3 એક્કા' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, એશા કંસારા અભિનીત '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે 1.19. કરોડ, બીજા દિવસે 1.8 કરોડ, ત્રીજા દિવસે 2.76 કરોડની કમાણી કરી હતી, જે સૌથી વધુ હતી. ત્યાર બાદ ચોથા દિવસે 1.21 કરોડ રુપિયાની કમાણી કરી હતી, જે ત્રીજા દિવસની સરખામણીએ થોડો ઘટાડો થયો હતો. પાંચમાં દિવસે 1.4 કરોડ, છઠ્ઠા દિવસે, 2.8 કરોડની કમાણી કરી હતી, જે વધારો દર્શાવે છે.

'3 એક્કા' ફિલ્મનું સાત દિવસનું કુલ કલેક્શન: સાતમાં દિવસે 1.4 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સાથે '3 એક્કા' ફિલ્મનું કુલ કેલક્શન 12.56 કરોડ રુપિયા થઈ ગયું હતું. 7માં દિવસે થિયેટરોમાં 25.10 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. '3 એક્કા' ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે અને બીજા સપ્તાહમાં પ્રવેશી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 8માં દિવસે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર(પ્રારંભિક અંદાજ) 1.00 કરોડ રુપિયાની કમાણી કરે તેવી શક્યતા. આમ કુલ બોક્સ (પ્રારંભિક અંદાજ) ઓફિસ કલેક્શન 13.56 કરોડ થઈ જશે.

ફિલ્મના કલાકારો પર એક નજર: મલ્હાર ઠાકર અને યશ સોનીનો જાદુ છવાઈ ગયો છે, દર્શકોને આ જોડી ખુબ જ પસંદ આવી રહી છે. '3 એક્કા' એ મલ્હાર ઠાકર, યશ સોની ઉપરાંત મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને તર્જનિ ભાડલા અભિનીત ફિલ્મ છે. આ ઉપરાંત પ્રખ્યાત અભિનેતા હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકામાં જોવા મળે છે. '3 એક્કા' ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર અને જેનોક દ્વારા નિર્મિત છે.

  1. Malaika Arora With Son: મલાઈકા અરોરા પુત્ર અરહાન ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો
  2. Nayanthara Instagram Debut: નયનતારાએ ઈન્ટાગ્રામ પર 10 કલાકથી ઓછા સમયમાં 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા
  3. Highest Paid Actor In India: રજનીકાંતે વગાડ્યો ડંકો, ભારતમાં સૌથી વધુ પગાર મેળવનાર અભિનાતા બની ગયા

ABOUT THE AUTHOR

...view details