અમદાવાદ: અભિનેતા મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત '3 એક્કા' ફિલ્મે બીજા દિવસે પણ સારું પ્રદર્શન કર્યું છે. મલ્હાર ઠાકરનો થિયેટરમાં જાદુ ચાલી ગયો છે. આ ફિલ્મ હવે ત્રીજા દિવસે ચાલી રહી છે અને બીજા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. 'છેલ્લો દિસવ' ફિલ્મમાં પોતાના અભિનયથી ચાહોકને પ્રભાવિત કરનાર મલ્હાર ઠાકર અને યશ સોની ફરી એક વાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યાં છે. તો ચાલો એક નજર કરીએ '3 એક્કા'ની કમાણી પર.
બીજા દિવસની કમાણી:સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને 0.8 કરોડ ઈન્ડિયા નેટ કમાણી કરી હતી. '3 એક્કા'એ તેના બીજા દિવસે (પ્રારંભિક અંદાજ) 1.35 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી છે. આમ એશા કંસારા અભિનીત ફિલ્મ '3 એક્કા'એ બોક્સ ઓફિસ પર 2 દિવસમાં કુલ 2.20 કરોડ રુપિયાની કમાણી કરી છે.
ગુજરાતી ઓક્યુપેન્સી: સેકનિલ્કના અહેવાલ અનુસાર, શિનિવારે તારીખ 26 ઓગસ્ટના રોજ '3 એક્કા' પાસે એકંદરે 44 ટકા ગુજરાતી ઓક્યુપેન્સી હતી. '3 એક્કા' બજા દિવસની ગુજરાતી થિયેટરોમાં ઓક્યુપેન્સી જોઈએ તો, સવારના શોમાં 17.05 ટકા, પબોરે 36.58 ટકા સાંજે 45.66 ટકા અને રાત્રી દરમિયાન 77.05 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. '3 એક્કા' ફિલ્મની પ્રદેશોમાં ઓક્યુપેન્સીની વાત કરીએ તો, ગાંધીનગરમાં 55.75 ટકા, અમદાવાદમાં 54.75 ટકા અને ભાવનગરમાં19.50 ટકા, સુરતમાં 39.00 ટકા અને મુંબઈમાં 38.50 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. આમ ગાંધીનગર અને અમદાવદમાં વધુ એક્યુપેન્સી જોવા મળી હતી.
જાણો ફિલ્મની સ્ટારકાસ્ટ: '3 એક્કા' ફિલ્મનું નિર્દેશન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. '3 એક્કા' ફિલ્મના સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાપપ્રિયા અને તર્જની ભાડલા સામેલ છે. મલ્હાર ઠાકર અને યશ સોનીની જોડી ફરી એક વાર સાથે જોવી મળી રહી છે અને આ બંને કલાકારોઓ ચાહકોના દિલ જીતા લીધા છે.
- Dev Kohli Demise : દેવ કોહલીનું પ્રથમ ગીત સુપરહિટ, તેમ છતાં 18 વર્ષ સુધી ઓળખ ન મળી
- Siddhivinayak Temple: નેશનલ એવોર્ડ જીતનાર કૃતિ સેનને પરિવાર સાથે સિદ્ધિવિનાયકના દર્શન કર્યા, વીડિયો વાયરલ
- Mahakal Temple: ફિલ્મ અભિનેત્રી પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે મહાકાલેશ્વરના દર્શનાર્થે પહોંચ્યા