અમદાવાદ:ઢોલિવુડના સ્ટાર મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત '3 એક્કા' ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. હાલ આ ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે અને બીજી સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. રાજેશ શર્મા નિર્દેશિત ફિલ્મ '3 એક્કા'નું 9માં દિવસનું કલેકશન સામે આવ્યું છે. આ સાથે પ્રારંભિક અદાજ અનુસાર 10માં દિવસની કમાણી પર એક નજર કરીએ.
9માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા'એ 9 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે અને લગભગ 15.68 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી છે. '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે 1.9 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 1.8 કરોડ રુપિયાની કમાણી કરી હતી, ત્યાર બાદ ત્રીજા દિવસે 2.76 કરોડ રુપિયાની કમાણી કરીને શાનદાર કલેક્શ કર્યું હતું. આમ ત્રીજા દિવસે આગલા બે દિવસની સરખાણીએ કમાણીમાં વધારો થયો હતો.
10માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્સન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, બીજા સપ્તાહમાં '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર 8માં દિવસે 1.23 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 9માં દિવસે 1.89 કરોડ રુપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મે 10માં દિવસે ચાલી રહી છે. પ્રારંભિક અંદાજા મૂજબ, 10માં દિવસે '3 એક્કા' ફિલ્મ 2.39 રુપિયાની કમાણી કરે તેવી શક્યતા છે અને આ 10 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કુલ 18.07 થઈ જશે.
જાણો કોણ છે ફિલ્મના મુખ્ય કલાકાર: '3 એક્કા' ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની ઉપરાંત એશા કંસારા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા, મિત્ર ગઢવી અને હિતુ કનોડિયા સામેલ છે. '3 એક્કા' ફિલ્મે શરુઆતથી જ સારી કમાણી કરીને આગળ વધી હતી. આજે 9 દિવસના સફરમાં '3 એક્કા'એ આશરે કુલ 15.68 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહિં પરંતુ વિદેશી થિયેટરોમાં પણ પહોંચી છે.
- Gadar 2 Success Party: 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં ધર્મેન્દ્ર, સિદ્ધાર્થ કિયારા સહિત આ કલાકારોએ હાજરી આપી
- Jawan Advance Booking: શાહરુખ ખાન ઈતિહાસ રચવા માટે તૈયાર, 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર
- Shakti Kapoor Birthday: શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરનો અનોખા અંદાજમાં જન્મદિવસ ઉજવ્યો, જુઓ વીડિયો