ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Bihar Crime News: અરરિયામાં ક્રાઈમ રીપોર્ટર વિમલકુમાર યાદવની હત્યા કરવામાં, પોલીસે હત્યા મામલે તપાસ શરૂ કરી

રાણીગંજ વિસ્તારના એક અગ્રણી અખબારમાં વિમલકુમાર યાદવ ક્રાઈમ રીપોર્ટર હતા. વહેલી સવારે હત્યારાઓએ ગોળી ધરબીને હત્યા કર્યા બાદ પરિવારજનો ઘાયલને રાણીગંજ રેફરલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. અહીં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યો હતો. વાંચો સનસનાટી ભર્યા ખુનનો મામલો...

વહેલી સવારે પત્રકારને ગોળી મારી દેવાઈ
વહેલી સવારે પત્રકારને ગોળી મારી દેવાઈ

By

Published : Aug 18, 2023, 6:27 PM IST

Bihar Crime News

અરરિયાઃ બિહારના અરરિયામાં ગુંડારાજ બેફામ બન્યું છે. અહીં એક પત્રકારની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. આ પત્રકાર વિમલકુમાર યાદવ સ્થાનિક દૈનિક સમાચાર પત્રમાં નોકરી કરતો હતો. વહેલી સવારે લગભગ 5 કલાકે હત્યારાઓએ વિમલકુમાર યાદવને ઘરની બહાર બોલાવી ગોળીઓથી વીંધી નાખ્યો હતો.

ફોરેન્સિક ટીમે કર્યુ પરિક્ષણઃ રાણીગંજ વિસ્તારના એક અગ્રણી અખબારમાં વિમલકુમાર યાદવ ક્રાઈમ રીપોર્ટર હતા. વહેલી સવારે હત્યારાઓએ ગોળી ધરબીને હત્યા કર્યા બાદ પરિવારજનો ઘાયલને રાણીગંજ રેફરલ હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. અહીં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થલે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સ્થળ પર હાજર રહેલા એસપી દ્વારા ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગોળી હૃદયની જમણીબાજુના ભાગે વાગી હોવાનું સામે આવ્યું છે.

આજ સવારે લગભગ પાંચ કલાકની આસપાસ હત્યારાઓએ બારણું ખખડાવીને વિમલકુમાર યાદવને બહાર બોલાવ્યા હતા. વિમલકુમાર જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત જ હત્યારાઓએ તેમની પર ગોળીબાર કર્યો. ઘટનાસ્થળે જ વિમલકુમાર યાદવનું મૃત્યુ થયું હતું. અમે વધુ તપાસ હાથ ધરી છે...અશોકકુમાર સિંહ (એસપી, અરરિયા)

ભયભીત છે સમગ્ર પરિવારઃ ઘટનાને પગલે મૃતક પત્રકારનો પરિવાર ભયભીત થઈ ગયો છે. એસ.પી.એ પરિવારને હૈયાધારણ આપી છે અને પીડિતોની સાથે સમગ્ર તંત્ર ઊભુ હોવાની ખાત્રી આપી છે. પરિવારને ભયભીત ન રહેવા પણ સલાહ આપી છે. ઘટનાની જાણ થતા અરરિયા સાંસદ પ્રદીપકુમાર સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમને મૃતકના પરિવારને સાંત્વના આપી છે.

બિહારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, બિહારના જંગલરાજમાં પોલીસ અને પત્રકારોની જાહેરમાં હત્યા થઈ રહી છે. બિહારમાં સરકાર ભગવાન ભરોસે ચાલી રહી છે. મુખ્યમંત્રીએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દેવું જોઈએ...પ્રદીપકુમાર સિંહ (સાંસદ અરરિયા)

સ્થાનિકોમાં આક્રોશઃ જાહેરમાં આ રીતે એક પત્રકારની હત્યા થવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોની માંગ છે કે હત્યારાઓને સત્વરે પકડવામાં આવે અને તેમને સજા કરવામાં આવે. સાંસદ કહે છે કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વ છે અને પત્રકારની હત્યા સાંખી લેવામાં આવશે નહીં. બિહારમાં નીતિશ મોડલ નહીં પરંતુ યોગી મોડલની જરૂર છે.પત્રકાર જગતમાં પણ શોકની સાથે સાથે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. હત્યાનું કારણ હજુ સુધી જણાયું નથી પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.

  1. Bihar Crime News : બિહારમાં પૈસા ખતમ થતાં મિત્રોએ પેટ્રોલ પંપમાં કરી લૂંટ
  2. Bihar Crime News : બિહારના કટિહારમાં ટ્રિપલ મર્ડર, મહિલા અને બે બાળકોનું ગળું દબાવીની કરી હત્યા

ABOUT THE AUTHOR

...view details