2014 કરતાં 2019ની ભાજપની જીત વધુ શાનદાર અને જબરદસ્ત છે. ભાજપના ઉમેદવારોની જીતમાં મોદી મેજીક અને પ્રતિભાનો સિંહફાળો છે. આ વચ્ચે વડોદરા બેઠકનું પરિણામ નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ અને ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ ધ્યાનમાં લેવુ પડશે. કારણ કે, વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે નરેન્દ્ર મોદીનો 2014નો વિક્રમ તોડી નાંખ્યો છે. હાલમાં સર્વત્ર અમિત શાહે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડયો છે તેની ચર્ચા વચ્ચે વડોદરા બેઠકની પણ વાત કરવા જેવી છે. 2014માં નરેન્દ્ર મોદીને આ લોકસભા પર 8,45,464 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીને 2,75,336 મત મેળવી હતી. મોદી 5,70,128 લીડથઈ જીત્યા હતા. આ સાથે તેઓ વારાસણી બેઠક પરથી જીત્યા હોવાથી વડોદરા બેઠક ખાલી કરી હતી. પેટાચુંટણીમાં રંજનબેન વિજેતા બન્યા હતાં.
વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટના આ 19,049 મત કેમ છે મહત્વના ! મોદીએ પણ લેવી પડશે નોંધ - bjp
વડોદરાઃ મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ ચૂંટણીનુ પરિણામ નોંધપાત્ર છે. કારણ કે, પરિણામોના આંકડા જોતા આ લોકસભાનાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કુલ 8,83,719 મત મેળવ્યા છે. પણ તેમના 19049 મત ખૂબ જ મહત્વના છે. જેને નરેન્દ્ર મોદી પણ નજર અંદાજ નહી કરી શકે.
પરંતુ 2019માં ભાજપના રંજનબેન ભટ્ટે નવી જ સિધ્ધી પોતાના નામે કરી છે. પરિણામ પર નજર ફેરવતા રંજનબેનને કુલ 8,83,719 એટલે કે 72.30 ટકા મત મળ્યા હતાં. તો તેની સામે પ્રશાંત પટેલને 2,94,542 એટલે કે 24.10 ટકા મત મેળવ્યા હતાં. રંજનબેને 5,89,177 મતની જંગી લીડથી પોતાની જીત નોંધાવી હતી. 2014ના નરેન્દ્ર મોદીની સરખામણીમાં 2019માં રંજનબેન ભટ્ટે 19,049 મત વધારે મેળવ્યા હતા. આ રીતે મોદીની લીડ કરતા મોટી લીડ મેળવી નવી ઉપલબ્ધી અંકિત કરી છે. તો વડોદરા લોકસભામાં આવતી તમામ વિધાનસભા બેઠકો ઉપર પણ સરસાઈ મેળવી હતી જે આ પ્રમાણે છે.
બેઠક | ભાજપ | કોંગ્રેસ | લીડ |
ડભોઈ | 1,00,698 | 47,884 | 52,814 |
કરજણ | 88,488 | 42,412 | 46,076 |
સાવલી | 1,00,725 | 40,882 | 59,843 |
વાઘોડિયા | 1,14,428 | 39,414 | 75,014 |
પાદરા | 1,11,809 | 47,269 | 64,540 |