દર વર્ષે ચૂંટણીપંચ દ્વારા આદર્શ આચારસંહિતાની જળવાય તે માટેની તકેદારીઓ રાખવામાં આવતી હોય છે. પરંતું તેમ છતા ઉમેદવારો અને પક્ષના પ્રચારકર્તાઓ દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગ થતો હોય છે. જેને લઇને ઘણી ફરિયાદો પણ નોંધાતી હોય છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરીયાદ...
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી પુરજોશમાં ચાલી રહી છે, જેને લઇને તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, તેવામાં પ્રચારના ચક્કરમાં ઉમેદવારો દ્વારા ક્યારેક આચાર સંહિતાનો ભંગ કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ છે. તેમજ 72 કલાક માટે પ્રચાર પર રોક લગાવવામાં આવી છે.
ફાઈલ ફોટો
ત્યારે આવો જ કિસ્સો જોવા મળ્યો છે, ભાજપ પક્ષના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરૂદ્ધ સુરત શહેરમાં આવેલા અમરોલી વિસ્તાર ખાતે પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ થઇ હતી. જે પુરવાર થતા ચૂંટણી કમિશન દ્વારા જીતુ વાઘાણીને 72 કલાક માટે પ્રચાર કરવા પર રોક લગાવવામાં આવી છે. જેનો અમલ બુધવારના સાંજના 4 વાગ્યાથી થશે.
Last Updated : May 1, 2019, 9:50 AM IST