- સન્ની દેઓલ: સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ચૂંટણી લડયા હતા. લોકોએ તેમને અભિનેતામાંથી નેતા તરીકે સ્વીકાર્યા છે.
- શત્રુધ્ન સિન્હા: લોકસભા 2019 માટે પણ તેઓ કોંગ્રેસ તરફથી પટના સાહીબ પરથી ચૂંટણી લડયા. પરંતુ તેમને કારમી હારનો સામનો કરવો પડયો છે.
- હેમા માલિની: મથુરા લોકસભા સીટથી BJPએ હેમા માલિની મેદાને ઉતર્યા હતા. જનતાએ તેમને જીત અપાવી હતી.
- જયા પ્રદા: BJPની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડયા હતા. તેમને કારમી હારનો સામનો કરવો પડયો છે.
- ઉર્મિલા માતોંડકર: ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ તરફથી ઉત્તરી મુંબઇ સીટના ઉમેદવાર બન્યા હતા. તેમને કારમી હારનો સામનો કરવો પડયો છે.
- સ્મૃતિ ઇરાની: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ફરી એકવખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરૂદ્ધ યુપીની અમેઠી લોકસભા સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી હતી. સ્મૃતિ ઇરાનીએ ભવ્ય વિજય મેળવ્યો છે
- પ્રકાશ રાજ: હિન્દી અને સાઉથની ફિલ્મોમાં વિલનનો રોલ કરીને જાણીતા બનેલા પ્રકાશ રાજે બેંગલુરૂ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી હતી. તેમને કારમી હારનો સામનો કરવો પડયો છે.
- રવિ કિશન: BJPએ સૌથી મોટો દાવ ગોરખપુરમાં રમ્યો છે. અહીંયા CM યોગી આદિત્યનાથની પ્રતિષ્ઠા દાવ પર હતી. બીજેપી અહીંયા પેટા ચૂંટણી હાર્યું હતું. આ કારણે અહીંયા ભોજપુરી એક્ટર રવિ કિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો તેમણે ભવ્ય વિજય મેળવ્યો છે
- મનોજ તિવારી: નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક માટે BJPના ઉમેદવાર ભોજપુરી એક્ટર મનોજ તિવારી મેદાને ઉતર્યા હતા અને તેમણે ભવ્ય વિજય મેળવ્યો છે
- રાજ બબ્બર: કોંગ્રેસે રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સિકરી બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા અને હારનો સ્વાદ ચાખવો પડયો છે.
- ગૌતમ ગંભીર: ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જનતાએ તેમને જીત અપાવી હતી
- કિરણ ખેરઃ ચંદીગઢની બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા અને ભવ્ય વિજય મેળવ્યો છે
- પૂનમ સિન્હાઃ લખનઉથી SPના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. તેમને હારનો સ્વાદ ચાખવો પડયો છે.
અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, જાણો કેટલા હીટ અને કેટલા ફ્લોપ ? - કિરણ ખેરઃ
ન્યૂઝ ડેસ્ક: દેશમાં 17મી લોકસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયા છે. ભાજપ અને NDAને પૂર્ણ બહુમતી મળી છે. 17મી લોકસભા ચૂંટણીમાં દેશની વિવિધ લોકસભા બેઠક પરથી અનેક અભિનેતાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે મતગણતરીમાં ક્યાંક કેટલાક અભિનેતાની હાર થઈ છે, તો કેટલાક જંગી બહુમતીથી જીતી ગયા છે. તો ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર્સ....
![અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, જાણો કેટલા હીટ અને કેટલા ફ્લોપ ?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3367795-thumbnail-3x2-star.jpg)
અભિનેતાથી રાજનેતા બનેલા સ્ટાર્સ, જાણો કેટલા હીટ અને કેટલા ફ્લોપ ?