ગુજરાત

gujarat

ETV Bharat / elections

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ? - Gujarati nwes

ન્યૂઝ ડેસ્કઃ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર કમળ ખીલ્યું છે, ત્યારે કોંગ્રેસને કારમી હાર વેઠવવાનો વારો આવ્યો છે. જેના કારણે  કોંગ્રેસની અંદરોઅંદર મતભેદો ઉભા થયા છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નામે હારનું ટોપલું મુકવામાં આવ્યું છે. જેથી અમિત ચાવડા રાજીનામું આપશે તેવી વાતોએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?

By

Published : May 24, 2019, 6:18 PM IST

ગુજરાતની તમામ બેઠકો પર ભગવો લહેરાયો છે, ત્યારે ભાજપામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે. કોંગ્રેસના કાર્યકરો હાર પચાવવાને બદલે હારનો ટોપલો એકબીજા પર નાખી રહ્યાં છે. જેનું એક ઉદાહરણ પરિણામના દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ભાજપની જીતનો શંખ ફૂંકાયો, ત્યારે જ જોવા મળ્યું હતું. એક બાજુ ભાજપ જીતની ઉજવણી કરી રહી હતી તો બીજી બાજુ કોંગ્રેસમાં હાર માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા. તેની સાથે અમિત ચાવડાના રાજીનામાની વાતો વહેતી થઇ હતી.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, શું અમિત ચાવડા આપશે રાજીનામું ?
રાજીનામાની વાતો વચ્ચે ઇ.ટીવી ભારતે અમિત ચાવડા સાથે ટેલીફોનિક સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, "અત્યારે મેં રાજીનામા અંગે વિચાર્યું નથી, પણ જરૂર પડશે તો ચોક્કસ આ બાબતે વિચારીશ." આમ, અમિત ચાવડા રાજીનામા બાબાતે ઘણી અસમજંસમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં યોજાનારી કોંગ્રેસ કમિટીમન બેઠક બાદ તેઓ રાજીનામુ આપશે તેવી વાતો ચર્ચાઇ રહી છે.લોકસભા વર્ષ 2014મ બાદ ફરીથી વર્ષ 2019માં ભાજપાએ 26 બેઠકો મેળવી છે.જેથી કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ પાસે રીપોર્ટની માંગ કરાઇ છે.હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાશે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવિૃત્તિઓકરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેને લઇને ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે બેઠક યોજી કોંગ્રેસ હારના કારણોની સમીક્ષા કરશે.આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને લલિત વસોયા સહિત નેતાઓને કયાં કારણથી હારનો સ્વાદ ચાખવો પડ્યો તેની ચર્ચા થશે. ઉપરાંત આયોજનથી લઇને કોંગ્રેસ બુથ પર એજન્ટોની નિમણૂકથી તમામ બાબતોને ધ્યાનમાં લઇને સમીક્ષા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details