ગુજરાત

gujarat

ETV Bharat / elections

દાદરા નગર હવેલીમાં ચૂંટણીની તૈયારીઓ માટે કરાયું ટ્રેનિંગનું આયોજન - ચૂંટણી નિરીક્ષક

દાદરા-નગર હવેલી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નિયુક્ત ચૂંટણી નિરીક્ષક જિ. એચ. ખાનની ઉપસ્થિતિમાં R O સેલવાસના કન્નન ગોપીનાથનએ માઇક્રો ઓબ્ઝર્વરને સેલવાસના સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી સંબંધિત વિશેષ ટ્રેનિંગ આપી હતી.

દાદરા નગર હવેલી ખાતે ટ્રેનિંગનું આયોજન

By

Published : Apr 17, 2019, 11:55 AM IST

ચૂંટણી વિભાગ દાદરા અને નગર હવેલીના કુલ 38 માઇક્રો ઑબ્ઝર્વરને ચૂંટણીના કાર્ય સંબંધિત નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 14 માઇક્રો ઑબ્ઝર્વરને ક્રિટીકલ પોલિંગ સ્ટેશન ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો 14 માઇક્રો ઑબ્ઝર્વરને નબળા વિસ્તારમાં કામગીરી પણ સોંપવામાં આવી છે. જ્યારે 10 માઇક્રો ઑબ્ઝર્વરને રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી સાથે તમામ ઑબ્ઝર્વર સાથે આ ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી નિરક્ષકની હાજરીમાં ઑબ્ઝર્વની ટ્રેનિંગ

જેમાં દાદરા અને નગર હવેલીના ચૂંટણી વિભાગ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઈપણ પ્રકારની બાંધછોડ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે. તે સંબંધીત જાણકારી પણ આપવામાં આવી હતી. જેના માટે વિવિધ બેન્કોમાંથી માઇક્રો ઑબ્ઝર્વરને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ લોકો ભારત સરકારના નિર્વાચન આયોગ તરફથી ચૂંટણી નિરીક્ષક જી.એચ ખાનને રિપોર્ટ કરશે તથા પોલીસ સ્ટેશન ઉપર કોઈપણ પ્રકારની ગતિવિધિઓ કે ગંભીર બાબતો હશે તો, જનરલ ઑબ્ઝર્વર તથા R.Oનું ધ્યાન કેન્દ્રિત કરે તેવા સુચનો પણ કરવામાં આવ્યા હતા.

ચૂંટણી નિરીક્ષકની હાજરીમાં ટ્રેનિંગ

ABOUT THE AUTHOR

...view details