સમગ્ર દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે સાથે કલાકારો પણ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. બુધવારે રાજકોટમાં ભાજપના કેન્દ્રીય પ્રધાન અને સ્ટાર પ્રચાર સ્મૃતિ ઈરાનીએ જનસભાને સંબોધન કર્યા બાદ ગુરૂવારે રાજકોટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ભાજપના પ્રચાર માટે રાજકોટ આવી પહોચ્યાં હતા.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારોએ BJP માટે કર્યો પ્રચાર - RJK
રાજકોટઃ રાજકોટમાં એરપોર્ટ રોડ નજીક આવેલા રેસકોર્સ પાર્કમાં ગુરૂવારે ભાજપના ઉમેદવારના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાલ સમગ્ર ઘર ઘરમાં પ્રચલિત એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો આવી પહોંચ્યા હતા. તેમજ રાજકોટના લોકસસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાને મત આપવા માટે અપીલ કરી હતી.
BJP
રાજકોટમાં શ્યામ પાઠક એટલે કે, પત્રકાર પોપટલાલ, રોશનસિંઘ શોઢી એટલે ગુરૂચરણ સિંઘ, બાઘા એટલે તન્મય વેકરિયા સહિતના કલાકારોએ લોકોને પેટ પકડીને હસાવ્યા અને ભાજપને વોટ આપવા માટે અપીલ કરી હતી.