મહત્વનુ છે કે, રવિવારે જ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂધસિંહ અને બહેન નયનાબહેને કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ રિવાબા નરેન્દ્રભાઈ મોદીથી પ્રભાવિત છે એટલે ભાજપમાં કાર્યકર તરીકે જોડાયા છે. રવિવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા રિવાબા જાડેજાએ લોકોના મનોરંજન માટે હાથમાં બેટ લઈ બેટિંગ કરતા જોવા મળ્યા છે તેમજ તેઓએ આ વીડિયો ફેસબુકમાં અપલોડ કર્યો હતો.
રિવાબાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કરી બેટિંગ,FB પર શેર કર્યો વીડિયો - gujarat
જામનગર: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ BJPમાંથી રાજકીય ઇનિંગ શરૂ કરી છે અને હવે લોકસભાની ચૂંટણીમાં સાંસદ પૂનમ માડમ માટે પ્રચાર પણ શરુ કર્યો છે.
સ્પોટ ફોટો
જાડેજા પરિવારમાં ભાજપ કોંગ્રેસ બન્નેના સભ્યો છે. રિવાબાના નણદ અને સસરા કોંગ્રેસમાં જોડાયા છે તો રિવાબાએ ભાજપ માટે પ્રચાર શરૂ કર્યો છે જેમાં તેઓએ પ્રચાર દરમિયાન બેટિંગ કરી હતી અને આ વિડિયો તેઓએ ફેસબુકમાં મુક્યો હતો.