હનુમાન જંયતી નિમિતે પ્રસાદીના પેકેટમાં મતદાન કરવાનો સંદેશો પાઠવાયો
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા પાસે સાકરીયા ખાતેના આરામની મુદ્રામાં ભીડભંજન હનુમાનજીના દર્શન થાય છે. આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
સ્પોટ ફોટો
હનુમાન જયંતીના પાવનપર્વ નિમિત્તે આજે દાદાને લાખો રૂપિયાના કિંમતી સોના-ચાંદીના, હીરા જડિત આભૂષણો અર્પણ કરાયા હતા. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે દસ હજાર ઉપરાંત પ્રસાદીના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. હનુમાન જયંતી મહોત્સવમાં 25 હજાર કરતાં વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મારૂતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં 200 કરતા વધારે દંપતીઓ મહાયજ્ઞમાં યજમાનપદે બેસી મારુતિ યજ્ઞનો લાભ લીધો હતો.